Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલાની કેસ્પિઆ હોટેલને ₹26 લાખની ટેક્સમાં રાહત:150 કાર માટે 8,300 ચોરસ મીટર પાર્કિંગ માટે મફત ફાળવવામાં આવતા પોલિસી અંતર્ગત લાભ થશે

    14 hours ago

    શહેરના સોલા વિસ્તારમાં આવેલી કેસ્પિઆ હોટેલે પોતાના બેઝમેન્ટ-1 અને બેઝમેન્ટ-2માં આવેલી કુલ અંદાજે 8,300 ચોરસ મીટર પાર્કિંગ જગ્યા નાગરિકો માટે મફત ફાળવી છે. આ પાર્કિંગ સુવિધામાં અંદાજે 150 કાર તેમજ 50 ટુ-વ્હીલર પાર્ક થઈ શકે તેવી ક્ષમતા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શહેરમાં જે કોમ્પ્લેક્સ અથવા બિલ્ડીંગ દ્વારા મફત જગ્યા ફાળવવામાં આવશે તેમને ટેક્સમાં રાહત આપવામાં આવશે જેને લઈને રૂ. 26 લાખનો ટેક્સ માફ કરવામાં આવશે. કેસ્પિઆ હોટેલને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા અને રસ્તાઓ પરના ગેરકાયદેસર પાર્કિંગના દબાણને ઘટાડવા માટે "કોમ્પ્રિહેન્સિવ પોલિસી 2026 ટુ ટ્રાન્સફોર્મ ટ્રાફિક, પાર્કિંગ એન્ક્રોચમેન્ટ, રોડ સેફ્ટી એન્ડ કેટલ મેનેજમેન્ટ એક્રોસ ધ સિટી" અંતર્ગત પાર્કિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલા ક્ષેત્રફળના આધારે સંબંધિત એકમને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવે છે. કેસ્પિઆ હોટેલને આ યોજના હેઠળ વર્ષ દરમિયાન અંદાજે રૂ. 26 લાખ જેટલી પ્રોપર્ટી ટેક્સમાં રાહત મળવાની સંભાવના છે. જાહેર માર્ગો પર અનધિકૃત પાર્કિંગમાં ઘટાડો કરવાનો પ્રયાસ AMC દ્વારા અમલમાં મુકાયેલી આ પહેલનો મુખ્ય હેતુ ખાનગી પાર્કિંગની સુવિધાને વધુ પ્રમાણમાં નાગરિકોને ઉપલબ્ધ કરાવી જાહેર માર્ગો પર થતા અનધિકૃત પાર્કિંગમાં ઘટાડો લાવવાનો છે. પરિણામે શહેરમાં ટ્રાફિકનું દબાણ ઘટશે અને વાહનવ્યવહાર વધુ સુવ્યવસ્થિત બનશે. AMCની આ યોજના હેઠળ શોપિંગ મોલ, હોટલ, થિયેટર, મલ્ટીપ્લેક્સ, મિની-પ્લેક્સ, વીડિયો પાર્લર, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, જીમ્નેશિયમ, હોસ્પિટલ, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ નેશનલ હાઈવે, રિંગ રોડ અને સ્ટેટ હાઈવે પર આવેલા રહેણાંક સિવાયના તમામ વ્યાવસાયિક એકમો આ લાભ મેળવી શકે છે. પાર્કિંગ જગ્યા નાગરિકો માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજનાનો લાભ મેળવવા માટે વ્યાવસાયિક એકમોએ પોતાની પાર્કિંગ જગ્યા નાગરિકો માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવી ફરજિયાત છે. કોઈપણ પ્રકારનો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવશે તો વેરા માફીનો લાભ મળશે નહીં. તમામ વ્યાવસાયિક એકમો પાર્કિંગની ઉપલબ્ધ જે જગ્યાનાં ક્ષેત્રફળ માટે શુન્ય આકારણીનો લાભ લેવા માંગતા હોય તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ (https://ahmedabadcity.gov.in/Home/#) પર Public Information Estateમાં જઇને તેમાં દર્શાવેલ Parking Availability and Sharing Consent Formમાં જરૂરી વિગતો ભરીને ફરજીયાત નોંધણી કરવાની રહેશે. AMDAPARK એપમાં વાહનોની એન્ટ્રી કરવાની રહેશે આ ઉપરાંત પોલિસીનો લાભ લેનાર એકમોએ પાર્કિંગની ઉપલબ્ધ જગ્યામાં વાહનો યોગ્ય રીતે પાર્ક થાય તે માટે કોઈ વ્યક્તિની નિમણૂક કરવાની રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધિકૃત કરવામાં આવેલ પાર્કિંગ માટેની AMDAPARK Applicationમાં પાર્ક થયેલા વાહનો બાબતે એન્ટ્રી કરવાની રહેશે, જેથી પાર્કિંગ માટે જો જગ્યા ઉપલબ્ધ રહે તો તેની માહિતી વાહન ચાલકને મળી શકે. તેમજ એકમની બહાર પાર્કિંગની ઉપલબ્ધ જગ્યા દર્શાવતા દિશા સુચક સાઈનેજીસ ફરજિયાત લગાવવાનાં રહેશે. પાર્કિંગની ઉપલબ્ધ જગ્યા પર પાર્કિંગનાં પટ્ટા (Parking Bay) લગાવવાનાં રહેશે. શહેરને વધુ સુવ્યવસ્થિત બનાવવા સહભાગી થવા અપીલ અન્ય વ્યાવસાયિક એકમો માટે પણ પ્રેરણારૂપ બનશે. વધુમાં વધુ હોટલ, શોપિંગ મોલ, હોસ્પિટલ, થિયેટર અને અન્ય કોમર્શિયલ સંસ્થાઓ જો પોતાની પાર્કિંગ જગ્યા નાગરિકો માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવશે, તો શહેરમાં રસ્તા પરના પાર્કિંગનું દબાણ નોંધપાત્ર રીતે ઘટશે, ટ્રાફિક વધુ સુવ્યવસ્થિત બનશે અને સાથે જ તેઓને પ્રોપર્ટી ટેક્સમાં રાહતનો લાભ પણ મળશે. AMCએ શહેરના તમામ પાત્ર વ્યાવસાયિક એકમોને આ જનહિતકારી પહેલમાં જોડાવા અને શહેરને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં સહભાગી થવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    2 મણકા અસલી આપી વિશ્વાસ કેળવી નકલી સોનું પધરાવનાર ઝડપાયા:પાલનપુરમાં મફતના ભાવે સોનાની ચેઈન લેવા જતાં મફાજીને પિત્તળ મળ્યું, પોલીસે ₹2.20 લાખ સાથે 2ને દબોચ્યા
    Next Article
    વેઇટલોસની લાલચ આપી 150 યુવતીની ગેંગે દેશભરની મહિલાઓને લૂંટી:ગુરુગ્રામની કંપનીએ ફેસબુક પર એડ મૂકીને 80 કરોડનું કાંડ કર્યું, સુરતી યુવતી વજન ઉતારવા ગઈ ને 1.77 કરોડ ગુમાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment