Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 મણકા અસલી આપી વિશ્વાસ કેળવી નકલી સોનું પધરાવનાર ઝડપાયા:પાલનપુરમાં મફતના ભાવે સોનાની ચેઈન લેવા જતાં મફાજીને પિત્તળ મળ્યું, પોલીસે ₹2.20 લાખ સાથે 2ને દબોચ્યા

    12 hours ago

    પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે નકલી સોનું વેચીને છેતરપિંડી આચરનારા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ શખ્સોએ એક વ્યક્તિને અસલી સોનું બતાવી વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ નકલી સોનાનો હાર પધરાવી ₹2.20 લાખની ઠગાઈ કરી હતી. પોલીસે ગુનાનો 100% મુદ્દામાલ રિકવર કર્યો છે. ગત 20 જૂન, 2026ના રોજ પાલનપુરની એક ખાનગી આઈ.સી.યુ. ખાતે સારવાર માટે આવેલા મફાજી નામના વ્યક્તિને બે અજાણ્યા ઇસમો મળ્યા હતા. તેમણે મફાજીને જણાવ્યું કે તેમને ખોદકામ દરમિયાન સોનું મળ્યું છે, પરંતુ બિલ ન હોવાથી તેઓ તેને વેચી શકતા નથી. વિશ્વાસ કેળવવા માટે, આરોપીઓએ મફાજીને બે અસલી સોનાના મણકા આપ્યા હતા. સોનેરી રંગના મણકાનો હાર આપ્યો મફાજીએ તે મણકા સોની પાસે ચેક કરાવતા તે અસલી હોવાનું જાણવા મળ્યું. આનાથી મફાજીને આરોપીઓ પર વિશ્વાસ બેસી ગયો. વિશ્વાસમાં આવ્યા બાદ, મફાજીએ પોતાની બચતના ₹2,20,000 રોકડા તે ઇસમોને આપ્યા. બદલામાં, આરોપીઓએ તેમને સોનેરી રંગનો મણકાનો હાર આપ્યો. હાર પિત્તળની ધાતુ ખુલી મફાજીએ તે હાર ફરીથી સોનીની દુકાને ચેક કરાવતા તે પિત્તળની ધાતુનો હોવાનું બહાર આવ્યું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા, મફાજીએ તાત્કાલિક પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે બંને આરોપીને દબોચ્યા ગુનો વણશોધાયેલો હોવાથી, પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગુના સ્થળની મુલાકાત લીધી. આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી, આરોપીઓની ભાષા અને ગુનો કરવાની 'મોડસ ઓપરેન્ડી'ના આધારે તેમની ઓળખ પ્રસ્થાપિત કરી. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી અને પોલીસે તેમની પાસેથી ઠગાઈથી મેળવેલા ₹2,20,000 સંપૂર્ણપણે રિકવર કર્યા છે. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ આરોપીઓએ આ પ્રકારના અન્ય ગુના કર્યા છે કે કેમ અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:હાટકેશ્વર ચાર રસ્તા સંપૂર્ણ બંધ કરાશે, EDએ જપ્ત કરેલા પૈસા છોડાવવાની લાલચ આપી વકીલ સહિત 5 શખ્સે 3 કરોડ પડાવ્યા
    Next Article
    સોલાની કેસ્પિઆ હોટેલને ₹26 લાખની ટેક્સમાં રાહત:150 કાર માટે 8,300 ચોરસ મીટર પાર્કિંગ માટે મફત ફાળવવામાં આવતા પોલિસી અંતર્ગત લાભ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment