Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા પરિક્રમામાં બોટની ક્ષમતાથી વધુ મુસાફરો, વીડિયો વાઇરલ:યાત્રાળુઓ પાસેથી ₹250-500ની વસૂલવા છતાં સુરક્ષાની કોઇ ગેરંટી નહીં; વમલેશ્વરથી મીઠી તલાઈ વચ્ચે સંગમ નજીક જીવનું જોખમ

    2 days ago

    ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વરથી મીઠી તલાઈ જવા માટે નર્મદા પરિક્રમાવાસીઓને બોટમાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં લઈ જવાતા હોવાનો એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં દેખાતી બોટમાં અંદાજે 100 લોકોની ક્ષમતા હોય છે, પરંતુ આમાં 125થી 150 લોકોને બેસાડ્યા હોવાનું દેખાય છે. આ વીડિયોમાં યાત્રાળુઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે. પરિક્રમાવાસીઓ નદી પાર કરવા માટે બોટનો ઉપયોગ કરે છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, બોટમાં નિર્ધારિત ક્ષમતા કરતાં અનેક ગણા વધુ યાત્રાળુઓને બેસાડવામાં આવ્યા છે. આક્ષેપ છે કે, સલામતીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. વમલેશ્વર ઘાટનું સંચાલન જિલ્લા પંચાયત દ્વારા હરાજી પ્રક્રિયા દ્વારા સંચાલકોને સોંપવામાં આવે છે. પરિક્રમાવાસીઓ પાસેથી નદી અને સમુદ્રના સંગમ સ્થળ પાર કરવા માટે વાહનોમાં આવતા યાત્રાળુઓ પાસેથી ₹500 અને પગપાળા આવતા યાત્રાળુઓ પાસેથી ₹250 સુધીની રકમ વસૂલવામાં આવે છે. બોટમાં સવાર પરિક્રમાવાસીઓએ જ આ સ્થિતિનો વીડિયો બનાવી વાઇરલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યાંથી બોટ દ્વારા યાત્રાળુઓને પાર ઉતારવામાં આવે છે તે વિસ્તાર નદી અને સમુદ્રના સંગમ નજીકનો છે, જે સંભવિત જોખમ ઊભું કરે છે. હાંસોટના વમલેશ્વરથી દહેજ મીઠી તલાઈ વચ્ચે નર્મદા નદી અને સમુદ્રનું સંગમ સ્થળ આવેલું છે. અહીં ઉંડાઈ 18થી20 ફૂટ સુધીની હોય છે ત્યારે, બોટને દુર્ઘટના નડે તો મોટી જાનહાની થવાની પણ સાંભવના છે. મોટી બોટમાં 100 જેટલા પ્રવાસીઓ બેસાડવાની મંજૂરી હોય છે, પંરતુ બોટ સંચાલકો 130થી 150 લોકો બેસાડતા હોવાની માહિતી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 5 વર્ષ પૂર્વે પણ નર્મદા પરિક્રમવાસીઓની બોટ સમુદ્રમાં ફસાઈ હતી ત્યારે, તંત્ર દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સમગ્ર વિવાદ અંગે હાંસોટ મામલતદાર રણજીત મકવાણા સાથે ટેલિફોનિક વાત કરતા તેઓર જણાવ્યું હતું કે, વીડીયો અંગે સ્થાનિક તલાટી પાસે વિગતો મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે હોડી ઘાટના સંચાલક સંકેત પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, બોટમાં નિયમો અનુસાર જ પરિક્રમાવાસીઓને બેસાડવામાં આવ્યા હતા અને તબક્કાવાર લાઈફ જેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે તેમના વિરોધીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવા માટે વીડિયો બનાવી વાઇરલ કરવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તે અંગે ચર્ચાઓ ઉઠી રહી છે. આ ઘટના સામે આવતા સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા અને નિયમોની તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    લખનઉના 'ધ સેન્ટ્રમ'માં કુલદીપ યાદવનું ગ્રાન્ડ રિસેપ્શન:5 હજારની થાળી, 800 મહેમાનો માટે 52 ડિશ; ધોની, વિરાટ કોહલી અને સીએમ યોગી હાજરી આપશે
    Next Article
    એરફોર્સના રિટાયર્ડ ગુજરાતી અધિકારી 1.25 કરોડમાં જાયરોકોપ્ટર વેચશે:એન્જિન ફેલ થઇ જાય તો પણ લેન્ડ થઇ શકે, જોયરાઇડથી લઇને સુરક્ષા માટે પણ ઉપયોગ થઇ શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment