Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરસવા-ઊંબેર રોડનું ₹2.5 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત:નવા રોડથી લોકો, ખેડૂતો અને વાહનચાલકોને લાભ થશે, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિત

    1 week ago

    પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારના સરસવા ગામ ખાતે સરસવા-જોઈનિંગ ઊંબેર રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ માર્ગ આશરે ₹2.5 કરોડના ખર્ચે બનશે. આ પ્રસંગે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ નવા માર્ગના નિર્માણથી વિસ્તારના લોકોને વધુ સારી અને સુગમ અવરજવરની સુવિધા ઉપલબ્ધ થશે. માર્ગ સુવિધા મજબૂત બનતા સ્થાનિક નાગરિકો, ખેડૂતો તેમજ વાહનચાલકોને સીધો લાભ મળશે. આ પ્રસંગે ધારાસભ્ય નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર વિકાસના સંકલ્પ સાથે ગામડાઓમાં આધુનિક સુવિધાઓ પહોંચાડવા સતત કાર્યરત છે. સરકારનો પ્રયાસ માર્ગ, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવી જનસુવિધાઓમાં વધારો કરવાનો છે. સરસવા-જોઈનિંગ ઊંબેર રોડના નિર્માણથી વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે અને સ્થાનિક લોકોની લાંબા સમયથી રહેલી માંગ પણ સંતોષાશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને વિવિધ વિભાગોના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુમ સગીરને પોલીસે સાળંગપુરથી શોધી કાઢ્યો:ધોરણ-12માં ઓછા માર્ક્સ આવતા હતાશ થઈ ઘર છોડી દીધું હતું, અમદાવાદના બાપુનગર પણ ગયો હતો
    Next Article
    સાળંગપુર મંદિર કોપીરાઈટ-ટ્રેડમાર્ક નિર્ણયનો વિવાદ:ભક્તોએ ઓનલાઈન છેતરપિંડી રોકવા યોગ્ય ગણાવ્યો, હજારો ભક્તો સાળંગપુર ધામમાં દાદાના દર્શને

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment