Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ₹25 લાખની લેતીદેતીમાં ઉદ્યોગપતિના ખૂનનો પ્રયાસ:કેમ વારંવાર પૈસા માંગે છે? કહી ભાજપના પૂર્વ સદસ્યએ 2ને લોખંડના ખીલાવાળા ધોકા માર્યા, એ ડિવિઝન પોલીસે દબોચ્યો

    6 days ago

    મોરબીમાં હાથ ઉછીના આપેલા 25 લાખ રૂપિયા પાછા માંગવા મુદ્દે સિરામિક ઉદ્યોગપતિ અને તેમના મિત્ર પર લોખંડની ખીલીવાળા ધોકાથી જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. આ હુમલો મોરબી જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય દ્વારા કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો ઉદ્યોગપતિની ફરિયાદ આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી અજય લોરીયાની ધરપકડ કરી છે અને આ બાબતે ડીવાયએસપી જે.એમ. આલે મીડિયાને જણાવ્યું હતું કે, 25 લાખ રૂપિયાની લેતો દેતી બાબતે ભારત ટ્રાન્સપોર્ટ નામના ડેલામાં બનાવ બન્યો હતો અને આરોપીની ધરપકડ કરીને પોલીસે ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલી લોખંડની ખીલી વાળો ધોકો, આરોપીના કપડા, આરોપીની ગાડી તેના મોબાઈલ ફોન વગેરે વસ્તુઓને કબજે કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પૈસાની ઉઘરાણી કરતા બોલાવીને કર્યો હુમલો પોલીસ મથકેથી મળતી વિગત મુજબ, મોરબીના રવાપર રોડ પર આવેલા એવન્યુ પાર્ક લાલબાગ બંગલોઝ સામે રહેતા સિરામિક ઉદ્યોગપતિ શેખર રતિલાલ આદ્રોજા (46) એ અજય મનસુખ ઉર્ફે પોપટ લોરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શેખરે થોડા સમય પહેલા અજય લોરીયાને હાથ ઉછીના 25 લાખ રૂપિયા આપ્યા હતા. શેખરે પોતાના મોબાઈલ ફોન પરથી આ નાણાંની ઉઘરાણી કરતા અજયે તેમને રાત્રે 11:30 વાગ્યાની આસપાસ સનાળા રોડ પર સરદાર બાગ પાસે આવેલા ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં બોલાવ્યા હતા. જેથી શેખર અને તેમના મિત્ર જયેશ ઉર્ફે મુન્ના પાડલીયા પોતાની ઇનોવા ગાડી લઈને ત્યાં પહોંચ્યા હતા. તે સમયે અજય લોરીયા અને એક અજાણ્યો વ્યક્તિ ત્યાં હાજર હતા. અજયે પોતાની મર્સિડીઝ ગાડી (નંબર 1414)માંથી નીચે ઉતરી લોખંડની ખીલીવાળો ધોકો કાઢ્યો હતો. કેમ વારંવાર પૈસા માંગે છે? તેમ કહી શેખરને ગાળો આપી લાકડાના ધોકા વડે આડેધડ ફટકારવાનું શરૂ કર્યું હતું. બચાવવા વચ્ચે પડેલા મિત્રની હત્યાનો પ્રયાસ આ હુમલા દરમિયાન શેખરના મિત્ર જયેશ વચ્ચે છોડાવવા પડતા અજયે તેમને પણ નિશાન બનાવ્યા હતા. અજયે જયેશને કહ્યું હતું કે, "તું કેમ આની સાથે આવ્યો છે, તને તો મારી જ નાખવો છે." તેમ કહી હત્યા કરવાના ઈરાદે જયેશના માથાના ભાગે લાકડાનો ધોકો મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. માથામાંથી લોહી નીકળતા જયેશ ગાડીમાં બેસવા જતા તેમને કોલર પકડીને બહાર ખેંચવામાં આવ્યા હતા. આ ઝપાઝપીમાં જયેશનો સોનાનો ચેન અને પેન્ડલ પણ ક્યાંક પડી ગયા હતા. બંને ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ ઘટના બાદ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક મોરબીની શ્યામ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તબીબી તપાસમાં શેખરના બંને હાથમાં ફ્રેક્ચર અને પગ તેમજ પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે જયેશને માથામાં ગંભીર ઈજા સહિત છાતી અને અન્ય અંગો પર મૂઢમાર વાગ્યો છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આ હિંસક હુમલા સંદર્ભે શેખરની ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી અજય લોરીયા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115 (2), 117 (2), 109, 352, 351 (2) અને ગુજરાત પોલીસ એક્ટ (GP Act)ની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ પટેલ કેળવણી મંડળ વિવાદ:ટ્રસ્ટીને હટાવવા વાલીઓના ઉપવાસ, MLA સંજય કોરડીયાના ચેતન ફળદુ પર દારૂ-જુગાર અને જમીન પચાવવાના ગંભીર આક્ષેપ
    Next Article
    ધાર્મિક આયોજન:અમદાવાદના શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ડૉ. પંડિત કાશીનાથ મિશ્રા વિશેષ ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment