Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વિફ્ટ કારમાંથી ₹2.45 લાખનો દારૂ ઝડપાયો:નખત્રાણા પોલીસે દેવપર-યક્ષ નજીક કાર્યવાહી કરી, ચાલક ફરાર

    10 hours ago

    કચ્છ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સામે ચાલી રહેલી સઘન કાર્યવાહીના ભાગરૂપે, નખત્રાણા પોલીસે દેવપર-યક્ષ નજીકથી ₹2.45 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસની કાર્યવાહી દરમિયાન કારનો ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દેવપર-યક્ષ ગામથી શિવનગર તરફ જતા માર્ગ પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ સ્વિફ્ટ ડિઝાયર કારને રોકવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસને જોઈને કારનો ચાલક વાહન સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે વાહનની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય અંગ્રેજી દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિવિધ બ્રાન્ડની કુલ નવ પેટીઓ કબ્જે કરી હતી, જેમાં વ્હાઇટ લેસ વોડકાના 90 ક્વાર્ટર, 51 અંગ્રેજી દારૂની બોટલો અને 48 બીયરના ટીનનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા દારૂ અને બીયરની કિંમત તેમજ મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કાર સહિત કુલ ₹2,45,025નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં કારનો નોંધણી નંબર GJ 01 KD 2454 હોવાનું સામે આવ્યું છે. પોલીસે વાહન કબ્જે કરીને તેના માલિક તેમજ ફરાર થયેલા ચાલકની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા સ્થળે પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસને આશા છે કે ટેકનિકલ પુરાવા અને વાહનની વિગતોના આધારે ટૂંક સમયમાં આરોપી સુધી પહોંચી શકાશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ છે કે યુપી-બિહાર..!:રવિવારે નાઈટ પેટ્રોલિંગમાં 42 શખસો છરી સહિતના હથિયાર સાથે ઝડપાયા
    Next Article
    ‘Save some Ladki Bahin money, don’t spend it all’: Minister Aditi Tatkare

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment