Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ છે કે યુપી-બિહાર..!:રવિવારે નાઈટ પેટ્રોલિંગમાં 42 શખસો છરી સહિતના હથિયાર સાથે ઝડપાયા

    9 hours ago

    રાજકોટ શહેરમાં સામાન્ય બોલાચાલી બાદ છરી વડે હુમલો કરવાની વધતી ઘટનાઓને પગલે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીકની સૂચનાથી નાઈટ પેટ્રોલિંગની ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન એ ડિવિઝન પોલીસે એક શખ્સને, થોરાળા પોલીસે 9 શખસને, પ્રદ્યુમનનગર પોલીસે 5 શખસને, ગાંધીગ્રામ પોલીસે 4 શખસને, યુનિવર્સિટી પોલીસે 8 શખસને, માલવિયાનગર પોલીસે 11 શખસને અને તાલુકા પોલીસે 4 શખસને છરી કે અન્ય તીક્ષ્ણ હથિયાર સાથે ઝડપી પાડી કુલ 42 શખસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 9 ઝડપાયા ઝુંબેશ દરમિયાન એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાર્તિક દીલીપભાઈ ગોહેલ જાહેર રસ્તા પર છરી સાથે ઝડપાયો હતો. જ્યારે થોરાળા પોલીસે છરી રાખવા બદલ રોહીત ઉર્ફે માથારો રાજુભાઈ મકવાણા, રવી ઉર્ફે દકળ મનશુખભાઈ સોલંકી, જયદીપ મનસુખભાઈ ફતેપરા, મયુર ઉર્ફે ભુરો ભૂપતભાઈ ઓળકીયા, નીતીન વિનોદભાઈ દેગામા, સચીન મહેશભાઈ ચાવડા, આઝાદ દીપકભાઈ સોલંકી, ભાવેશ મગનભાઇ ભવા અને અખ્તરહુશેન અબ્દુલભાઇ સુમરા સહિત કુલ 9 આરોપીની અટકાયત કરવામાં આવી હતી. ગાંધીગ્રામ પોલીસે ચારને હથિયાર સાથે ઝડપ્યાં આ ઉપરાંત પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જાહેર માર્ગો પર તીક્ષ્ણ છરી સાથે નીકળેલા નેવીલ સંજયભાઈ હદવાણી, વીજયભાઈ દેવજીભાઈ કોળી, ઘનશ્યામ હસમુખભાઈ સોલંકી, અજીતભાઈ હમીરભાઈ મકવાણા અને અજયભાઈ ધનજીભાઈ પાટડીયા નામના 5 શખસોને હથિયારબંધી ભંગ બદલ પકડી પાડવામાં આવ્યા હતા. ​આ ઉપરાંત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરીને રાધે ચા, ઘંટેશ્વર અને રૈયા ચોકડી સહિતના વિસ્તારોમાંથી લાલા વિરમભાઈ સાડમીયા, ગૌતમ ભીખુભાઈ રામાણી, સાગર બીપીનભાઇ હેરમાં તથા ફારૂક બસીરભાઇ મલેક મળી કુલ 4 શખસને ગેરકાયદે છરી સાથે રોકી કાયદેસરના પગલાં લેવામાં આવ્યા હતા. યુનિવર્સિટી પોલીસે 8ને દબોચ્યાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કેવલમ આવાસ, રૈયાગામ, રૈયાધાર અને ગુરૂજીનગર આસપાસના વિસ્તારોમાંથી રોહન રમેશભાઇ સોની-નેપાળી, ભાવિન મનોજભાઇ ભોલા-સુથાર, અમીત મંગલભાઇ પરમાર, પ્રશાંત વિનોદરાય સિમેજીયા-સોની, પાર્થ અતુલભાઇ નિમાવત-બાવાજી, ગિરીશ માલજીભાઇ વાઘેલા, વિક્રમ રમેશભાઈ બીકે સોની-નેપાળી અને મિતેશ રમેશભાઇ પરમાર એમ કુલ 8 શખસોને છરી સાથે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. માલવીયાનગર પોલીસ ટીમે 11 શખ્સોને ઝડપી લીધા ​બીજી તરફ માલવીયાનગર પોલીસ ટીમે નાના મવા રોડ, મવડી પ્લોટ, અશોક ગાર્ડન અને ખોડીયારનગર વિસ્તારમાંથી સઘન ચેકિંગ કરીને નીરજ બહદુરસિંહ દેવડા, સુંદરબહાદુર ધંતબહાદુર સરકી, શરીફ રહીમભાઇ ભાસ, અભેસીંહ મોનાભાઇ પગી, હેમંત રમેશભાઇ સોઢા, દિનેશકુમાર શ્રીરામજસ યાદવ, મયુર જગદીશભાઇ મોરબીયા, દિવ્યરાજસિંહ સુખદેવસિહ રાણા, જય મનીષભાઈ કથેચા, હિતેષ વિનોદભાઇ સોલંકી તથા સલિમ પરવેશભાઇ શેખ સહિત 11 શખ્સોને ઝડપી લીધા હતા. BNS અને જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ન્યૂ 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ અને સ્પીડવેલ ચોક નજીકથી અર્જુન ઉર્ફે અજુ વેરશીભાઇ માથાસુરીયા, ગોપાલભાઇ બેનાભાઇ મદુરીયા, ગોરધનભાઇ જકશીભાઇ સાડમીયા અને અદનાન અબ્દુલવહાબભાઇ સૈયદ નામના 4 શખ્સો છરી સાથે પકડાયા હતા. આ તમામ 42 આરોપીઓ સામે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં BNS કલમ 223 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ હથિયારબંધી જાહેરનામાના ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પત્નીએ છૂટાછેડા માટે અધધધ... ₹8,200 કરોડ માગ્યા:એશિયાનો સૌથી મોંઘો ડિવોર્સ કેસ, અબજોપતિ બિઝનેસમેન મેરેજ બાદ અફેર કરી લૂંટાઈ ગયો
    Next Article
    સ્વિફ્ટ કારમાંથી ₹2.45 લાખનો દારૂ ઝડપાયો:નખત્રાણા પોલીસે દેવપર-યક્ષ નજીક કાર્યવાહી કરી, ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment