Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી પોલીસે ₹2.41 લાખના 13 મોબાઈલ પરત કર્યા:‘તેરા તુજકો અર્પણ’ હેઠળ ગુમ થયેલા ફોન માલિકોને મળ્યા

    10 घंटे पहले

    વાપી ટાઉન પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ₹2.41 લાખની કિંમતના 13 ગુમ થયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. પોતાના ગુમ થયેલા ફોન પાછા મળતા અરજદારોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત પોલીસના લોકાભિમુખ અભિગમને સાર્થક કરતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજા સાથે પોલીસનું તાદાત્મ્ય વધારવાનો અને કાયદો-વ્યવસ્થા પર લોકોનો વિશ્વાસ મજબૂત કરવાનો છે. રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ડૉ. કે.એલ.એન. રાવ (IPS) દ્વારા આ અભિગમ શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS) ના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાપી ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે.કે. પટેલની સૂચનાથી આ ઝુંબેશને વેગ મળ્યો. વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. ઝાલાની રાહબરી હેઠળ, ગુમ થયેલા મોબાઈલની અરજીઓ પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવી. પોલીસે ભારત સરકારના CEIR (Central Equipment Identity Register) પોર્ટલ અને ઝીણવટભર્યા ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને ટૂંકા સમયમાં 13 મોબાઈલ ફોન શોધી કાઢ્યા. મોબાઈલ ફોન રિકવર થયા બાદ, પી.આઈ. કે.બી. ઝાલા દ્વારા વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં તમામ અરજદારોને રૂબરૂ બોલાવીને કાયદેસરની ચકાસણી બાદ તેમના કિંમતી મોબાઈલ ફોન પરત સોંપવામાં આવ્યા. નાગરિકોએ વાપી પોલીસની સક્રિયતા અને ત્વરિત કામગીરીને બિરદાવી. આ સમગ્ર કામગીરીને સફળ બનાવવામાં પી.આઈ. કે.બી. ઝાલાના માર્ગદર્શન હેઠળ વાપી ટાઉન પોલીસની ટીમે પ્રશંસનીય ટીમવર્ક દાખવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    'ખ્રિસ્તીઓ લૂલા-લંગડાને દોડતા કરે છે, ત્યાં જાઓને':'ખાલી ભુવા ભરાડા પાછળ પડ્યા રહો છો', રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલાં સુરત બજરંગદળ પ્રમુખનો જયંત પંડયાને ખુલ્લો પડકાર
    Next Article
    બોલો... પરમિશન વગર જ રોડ તોડી નાંખતા વિવાદ:વડોદરામાં 5 કરોડ રૂપિયાના ખર્ચે થયેલ રોડ પરવાનગી વગર મદ્રાસ ભવનના સંચાલકોએ ખોદી નાંખ્યો, સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ, પાલિકા દંડાત્મક કાર્યવાહી કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment