Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબાપુરમાં સરકારી માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે ₹2.40 કરોડના ખર્ચે નિર્માણ

    13 hours ago

    હિંમતનગર તાલુકાના સાયબાપુર ગામે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગામમાં ₹2 કરોડ 40 લાખના ખર્ચે નિર્માણ થનારી સરકારી માધ્યમિક શાળાના મકાનનું ખાતમુહૂર્ત હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, આ નવી શાળાના નિર્માણથી ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની સુવિધાઓ વધુ મજબૂત બનશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સુવિધાયુક્ત વાતાવરણ મળશે, જેનાથી ગામના શૈક્ષણિક વિકાસને વેગ મળશે. કાર્યક્રમમાં APMC ડિરેક્ટર તથા બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ રાજુભાઈ પંચાલ, હિંમતનગર તાલુકા ભાજપ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ અને ભગીરથસિંહ ઝાલા, બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ વનરાજસિંહ રાઠોડ, જીતેન્દ્રસિંહ ઝાલા, રામસિંહ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સમગ્ર શિક્ષા અભિયાનના ઈજનેર અર્ચનાબા જાડેજા, શાળાના આચાર્ય અને શિક્ષકગણ, ગામના સક્રિય કાર્યકર્તા પૃથ્વીસિંહ રાઠોડ, ડેપ્યુટી સરપંચ ઇન્દ્રસિંહ રાઠોડ, પૂર્વ ડેપ્યુટી સરપંચ, અન્ય સિનિયર આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રકલ્પથી સાયબાપુર ગામમાં શિક્ષણ ક્ષેત્રે નવી ઊર્જાનો સંચાર થશે અને ભાવિ પેઢી માટે ઉજ્જવળ તકોનું નિર્માણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ:12 ફૂટથી ઊંચી ગણેશ મૂર્તિ બનાવનાર સામે કાર્યવાહી
    Next Article
    ભરૂચમાં 28 જોડા દ્વારા સમૂહ જવારા સ્થાપના:જુના તવરા ખાતે ક્ષત્રિય સમાજે ચૈત્ર સુદ અગિયારસના દિવસે સ્થાપના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment