Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીએ કહ્યું- નેપાળને ₹24 હજાર કરોડ આપીશું:બાલેનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત ભારતની, તેની ખુશી; નેપાળના PMને ભેટી પડ્યા

    12 घंटे पहले

    પીએમ નરેન્દ્ર મોદીએ ભારતની મુલાકાતે આવેલા નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ માટે 24 હજાર કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી. મોદીએ કહ્યું કે બાલેન શાહની પ્રથમ દ્વિપક્ષીય વિદેશ મુલાકાત ભારતની હોવી બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતા દર્શાવે છે. આ પહેલાં પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચેલા બાલેન શાહને ભેટ્યા હતા. બંને પ્રધાનમંત્રીઓ વચ્ચે લગભગ 100 મિનિટ સુધી દ્વિપક્ષીય બેઠક ચાલી. તેમાં બંને નેતાઓએ ભારત-નેપાળના સંબંધોને મજબૂત કરવા અને પરસ્પર સહયોગ વધારવા અંગે ચર્ચા કરી. PM મોદી-બાલેન શાહની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. મોદીએ બાલેન શાહનું તેમની પ્રથમ દ્વિપક્ષીય યાત્રા તરીકે ભારત આવવા બદલ સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે થોડા મહિના પહેલાં જ્યારે તેમણે વિશ્વના સૌથી યુવા વડાપ્રધાન તરીકે સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું, ત્યારે અમને તેમની દૂરંદેશિતાની સ્પષ્ટ ઝલક જોવા મળી હતી. મીડિયા અહેવાલો અનુસાર, આ બેઠકમાં ભારત અને નેપાળના સંબંધોને મજબૂત કરવા અને આર્થિક સહયોગ વધારવા માટે 3 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમાં નેપાળને વિશેષ આર્થિક પેકેજ આપવું, વેપાર માટે ગુજરાતના કંડલા અને ઓડિશાના પારાદીપ બંદરો સુધી પહોંચ આપવી તથા અયોધ્યા-જનકપુર વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવાનો સમાવેશ થાય છે. દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં નેપાળના વડાપ્રધાન બાલેન શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક મળી. બંને નેતાઓ ભારત અને નેપાળના સંબંધોને મજબૂત બનાવવા અને પરસ્પર સહયોગ વધારવા અંગે ચર્ચા કરી. નેપાળના વડાપ્રધાન બાલેન શાહની ભારત મુલાકાતના બીજા દિવસે દિલ્હીમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદ બાલેન શાહને ભેટીને આવકાર્યા હતા. આ દરમિયાન રેડ કાર્પેટ પાથરવામાં આવી અને તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. સવારે નેપાળના PM બાલેન શાહ દિલ્હીના રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત બંને નેતાઓ મળીને ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા અને નેપાળમાં દેવી સીતાના જન્મસ્થળ જનકપુરધામ વચ્ચે દોડનારી નવી ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. આ ટ્રેન દ્વારા બંને તીર્થસ્થળો વચ્ચેની મુસાફરી લગભગ 19 કલાકમાં પૂર્ણ થશે. આ સમાચાર પણ વાંચો… અયોધ્યા-જનકપુર ટ્રેનનું ઉદ્ઘાટન આજે:યુપી-બિહારના 10 સ્ટેશનો પરથી પસાર થશે
    Click here to Read More
    Previous Article
    શેરબજારમાં હાહાકાર, એક ઝાટકામાં ₹5 લાખ કરોડ સ્વાહા:સેન્સેક્સ ડે-હાઈથી 1800 પોઈન્ટ ક્રેશ, નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો ઘટાડો; ગ્લોબલ માર્કેટમાં ઘટાડાની અસર
    Next Article
    અયોધ્યા-જનકપુર ટ્રેનને મોદી-બાલેનની લીલી ઝંડી:યુપી-બિહારના 10 સ્ટેશનો પર રોકાશે, 19 કલાકની મુસાફરી; યોગીએ કહ્યું- ભારત-નેપાળનો સંબંધ પૌરાણિક

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment