Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની કન્યા વિદ્યાલયના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી ₹24 લાખ પડાવાયા:ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને મની લોન્ડરિંગનો ડર બતાવી ગાંધીનગરના ઘરમાં 6 દિવસ પૂરી રાખ્યા, દીકરીને શંકા જતાં ભાંડો ફૂટ્યો

    11 hours ago

    ગાંધીનગરના સેક્ટર-26 વિસ્તારમાં રહેતા અને અમદાવાદની શાળામાં ફરજ બજાવતા 52 વર્ષીય શિક્ષકને નાશિક પોલીસ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના બનાવટી પત્રો બતાવી સાયબર ઠગોએ ઘરમાં જ ડિજિટલ એરેસ્ટ કરી 24 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર બનાવ શું છે? મૂળ મહેસાણાના કડી તાલુકાના ધરમપુર ગામના વતની અને છેલ્લા 20 વર્ષથી ગાંધીનગરના સેક્ટર-26 સ્થિત કિશાન નગરના પ્લોટ નંબર 662/1માં પરિવાર સાથે રહેતા ગૌરાંગકુમાર માવજી પટેલ અમદાવાદના દિલ્હી ચકલા પાસે આવેલી કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. 13 નવેમ્બરના રોજ સવારે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઈન્ડિયામાંથી બોલતો હોવાનું આપી જણાવ્યું હતું કે તેમના આધારકાર્ડનો ઉપયોગ કરીને નાશિકમાં સીમકાર્ડ ખરીદવામાં આવ્યું છે, જેનાથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો અને હેરેસમેન્ટના મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. આ અંગે નાશિક ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હોવાનું અને આધારકાર્ડ બંધ કરી નાશિક પંચવટી પોલીસ સંપર્ક કરશે તેમ જણાવી તેમને ડરાવવામાં આવ્યા હતા. વોટ્સએપ વીડિયો કોલ અને બનાવટી દસ્તાવેજો દ્વારા ડરાવ્યા 13 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી 19 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યા સુધી વોટ્સએપ પરથી 'IPS NASHIK'ના નામે મેસેજ અને વીડિયો કોલ કરવામાં આવ્યા હતા. ઠગોએ શિક્ષક પાસેથી આધારકાર્ડનો ફોટો મંગાવી લીધો હતો તેમજ બનાવટી ઈન્ફોર્મેશન રિપોર્ટ, કેનેરા બેંકના ડેબિટ કાર્ડના ફોટો સાથેનું લખાણ, ગ્રેટર કોલાબા મુંબઈ પોલીસના હેડિંગ હેઠળ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ફોટો સાથેનો પત્ર, બોગસ એરેસ્ટ ઓર્ડર અને RBIના લોગોવાળા બનાવટી પત્રો મોકલી આપ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં ડિજિટલ એરેસ્ટ ઠગોએ શિક્ષકના નામે કેનેરા બેંકમાં ખાતું ખોલાવી ધરપકડ કરાયેલા ઓ.એમ. અબ્દુલ સલામ દ્વારા 2 કરોડ રૂપિયાના 10 ટકા કમિશન પેટે 20 લાખ રૂપિયા મોકલાયા હોવાનું જણાવી મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી દર્શાવી હતી. ત્યારબાદ નેશનલ સિક્રેટ જાળવી રાખવા સંમતિ પત્ર લખાવી આંખે પાટા બાંધેલા બે વ્યક્તિઓના ક્રેડિટ કાર્ડ, મોબાઈલ અને રોકડ સાથેના ફોટા મોકલ્યા હતા. પોલીસ યુનિફોર્મમાં વીડિયો કોલ કરી તેમને ઘરમાં જ ડિજિટલ એરેસ્ટ રાખી દર 2 કલાકે ફોટો સાથે 'હું સેફ છું' લખી વોટ્સએપ મેસેજ મોકલવાની ફરજ પાડવામાં આવી હતી. વેરિફિકેશનના નામે 24 લાખ ટ્રાન્સફર કરાવ્યા તપાસ અને વેરિફિકેશનના નામે નાણાં જમા કરાવવાનું જણાવતા શિક્ષકે 17 નવેમ્બરના રોજ પોતાના એક્સિસ બેંકના ખાતામાંથી RTGS મારફતે બેંક ઓફ ઈન્ડિયાના 'SAI PLASTIC' નામના ખાતામાં 24 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી સ્ક્રીનશોટ મોકલ્યો હતો. બદલામાં ઠગોએ ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાના હેડિંગવાળી રકમ મળ્યાની પહોંચ મોકલી ચકાસણી બાદ નાણાં પરત મળશે તેમ જણાવ્યું હતું. પુત્રીની પૂછપરછ બાદ ભાંડો ફૂટ્યો કેટલાક દિવસોથી પિતા બંધ બારણે ફોન પર વાત કરતા હોવાથી પુત્રી નતાશા પટેલને શંકા ગઈ હતી. તેણે પૂછપરછ કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી અને સાયબર ફ્રોડ થયું હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ શિક્ષકે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરત જિલ્લા કલેક્ટરની સંકલન બેઠકમાં તડાફડી બોલી:અધિકારીના જવાબથી અકળાયેલા MLA વિનુ મોરડીયાએ કહ્યું-'જવાબ ઠીક નથી, રિઝલ્ટ જ જોઈએ'
    Next Article
    Kerala Orders Probe As Sabarimala Bookings Stay Full, Crowds Stay Thin

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment