Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનું ₹2309 ઘટીને ₹1.38 લાખ પર આવ્યું:બે દિવસમાં કિંમત ₹4000 ઘટી, ચાંદી આજે ₹3,901 સસ્તી થઈને ₹1.82 લાખ થઈ

    6 hours ago

    સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 12 નવેમ્બરે ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં 2,309 રૂપિયાનો ઘટાડો થઈને તે 1.38 લાખ રૂપિયા પર આવી ગયો છે. જ્યારે, 1 કિલો ચાંદીની કિંમતમાં 3,901 રૂપિયાનો ઘટાડો થઈને તે 1.82 લાખ રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલાં ગઈકાલે પણ સોનાના ભાવમાં 1,817 રૂપિયા અને ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો હતો, એટલે કે બે દિવસમાં સોનું લગભગ 4 હજાર રૂપિયા સસ્તું થઈ ગયું છે. ઑલ ટાઈમ હાઈથી ચાંદી 2 લાખ રૂપિયા સસ્તી થઈ આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીની કિંમત 2.30 લાખ રૂપિયા હતી, જે 29 જાન્યુઆરીએ વધીને 3.86 લાખ રૂપિયાના ઑલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં ચાંદી 1.94 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે. બીજી તરફ, 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાના ભાવ 1.33 લાખ રૂપિયા હતા, જે 29 જાન્યુઆરીએ વધીને 1.76 લાખ રૂપિયા ઑલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા. ત્યારથી અત્યાર સુધીમાં સોનું 36 હજાર રૂપિયા સસ્તું થઈ ચૂક્યું છે. આ સમયે રોકાણકારોએ શું કરવું? કોમોડિટી નિષ્ણાત અજય કેડિયા માને છે કે સોના-ચાંદીની ખરીદી હપ્તામાં કરવી જોઈએ. થોડું અત્યારે ખરીદી લો અને થોડું-થોડું 15-20 દિવસના અંતરે ખરીદો. રોકાણ માટે એક-બે મહિનાને બદલે 6 મહિનાથી લઈને એક વર્ષ સુધીનો વિચાર કરીને ખરીદી કરો. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો અસલી ચાંદી ઓળખવાની 4 રીતો
    Click here to Read More
    Previous Article
    શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર:સેન્સેક્સ 81,900 અને નિફ્ટી 25,250 પર, રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી
    Next Article
    ‘ટૉક્સિક’માં કિયારાના ઇન્ટિમેટ સીન પર પતિનું રિએક્શન!:લવ સ્ટોરીની શરૂઆતમાં જ સિદ્ધાર્થ સાથે બ્રેકઅપ કર્યું હતું; કરણ જોહરના કારણે ગે પાર્ટીમાં મળ્યાં

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment