Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરની વાસાવીરા સોસાયટીના બંધ ફ્લેટમાંથી ₹22.40 લાખની ચોરી:પરિવાર બહાર ગયો ત્યારે તસ્કરે બંધ મકાનને નિશાન બનાવ્યું; 22 તોલા સોના-ચાંદીના દાગીના અને ₹25 હજાર રોકડની ચોરી

    5 घंटे पहले

    જામનગર શહેરની વાસાવીરા સોસાયટીમાં આવેલા માધવ પેલેસ એપાર્ટમેન્ટના બીજા માળે બપોરના સમયે બંધ ફ્લેટમાંથી ચોરીની ઘટના બની છે. અજાણ્યો તસ્કર ફ્લેટમાં પ્રવેશીને 22 તોલા સોના-ચાંદીના દાગીના અને ₹25 હજાર રોકડ મળીને કુલ ₹22.40 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયો હતો. આ મામલે સિટી-સી ડિવિઝન પોલીસ અને LCB દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પરિવાર ઘર બંધ કરીને બપોરે બહાર ગયો ત્યારે ચોરી થઈ માધવ પેલેસ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા વિશાલ છુચ્છરનો પરિવાર બપોરના સમયે ઘર બંધ કરીને બહાર ગયો હતો. આ દરમિયાન અજાણ્યા તસ્કરે બંધ ફ્લેટને નિશાન બનાવીને અંદર પ્રવેશ કર્યો હતો. પરિવાર જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને તપાસ કરતા દાગીના તેમજ રોકડ રકમની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. CCTV ફૂટેજના આધારે સિટી-સી ડિવિઝન પોલીસ અને LCBની તપાસ ઘટનાની જાણ થતાં સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI એચ.વી. રાઠોડ અને તેમની ટીમે સ્થળ પર પહોંચીને FIR નોંધી છે. પોલીસની સાથે LCBની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. પ્રાથમિક તપાસમાં તસ્કર આસપાસના CCTV કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવતા પોલીસે ફૂટેજ મેળવીને તસ્કરની શોધખોળ અને ચોરાયેલી મત્તા પરત મેળવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘Why is India moving backwards?’ John Abraham seeks withdrawal of animal experimentation draft rules
    Next Article
    યુસુફ પઠાણને 20 કરોડની જમીન ફાળવવાના નિર્ણય સામે આંદોલનની ચીમકી:વડોદરા કોંગ્રેસ શહેર પ્રમુખે કહ્યું- સ્થાનિક ખેલાડીઓને એકેડેમી માટે જગ્યા અપાતી નથી ને...

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment