Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેજમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ₹2212 કરોડના ડ્રગ્સનો નાશ:23 જિલ્લાઓના 877 કેસમાં જપ્ત નશીલા પદાર્થોનો વૈજ્ઞાનિક રીતે નિકાલ, 278 પોલીસ અધિકારીઓને સન્માનિત કરાયા

    2 days ago

    ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત BEIL કંપનીના ઇન્સિનેરેટરમાં ગુજરાતના 23 જિલ્લાઓમાંથી વિવિધ પોલીસ એજન્સીઓ દ્વારા જપ્ત કરાયેલા અંદાજે ₹2212 કરોડના ડ્રગ્સ અને નશીલા પદાર્થોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કાર્યવાહી રાજ્ય સરકારની ડ્રગ્સ વિરુદ્ધની ઝીરો ટોલરન્સ નીતિનું વધુ એક ઉદાહરણ બની હતી. 14,447 કિલો ડ્રગ્સ અને 11.10 લાખ નશીલી દવાઓની બોટલોનો નિકાલ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યના 23 જિલ્લાઓમાં નોંધાયેલા 877 ડ્રગ્સ કેસોમાંથી જપ્ત કરાયેલા 14,447 કિલોગ્રામ વિવિધ પ્રકારના ડ્રગ્સ તેમજ છેલ્લા એક વર્ષ દરમિયાન પકડાયેલી અંદાજે 11.10 લાખ નશીલી દવાઓની બોટલોનો પર્યાવરણના ધોરણોને અનુરૂપ વૈજ્ઞાનિક રીતે નાશ કરવામાં આવ્યો છે. ડ્રગ્સ કેસોમાં 65 ટકા આરોપીઓને સજા અપાવવામાં સફળતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત માત્ર ડ્રગ્સ પકડવામાં જ નહીં પરંતુ આરોપીઓને કાયદેસર સજા અપાવવામાં પણ દેશના અગ્રણી રાજ્યોમાં સામેલ છે. રાજ્યમાં ડ્રગ્સ સંબંધિત કેસોમાં આશરે 65 ટકા ગુનેગારોને સજા અપાવવામાં સફળતા મળી હોવાનું તેમણે જણાવ્યું. આ ઉપરાંત રાજ્યમાંથી ઝડપાયેલા 13 આતંકવાદીઓ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમગ્ર મામલે ગુજરાત ATS દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવશે. અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અંગે તેમણે જણાવ્યું કે ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે અને સમીક્ષા બેઠક બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે. 278 પોલીસ અધિકારીઓને સન્માનિત કરાયા કાર્યક્રમ દરમિયાન રાજ્યના 278 પોલીસ અધિકારીઓને કુલ ₹60 લાખના ઇનામના ચેક અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશની પ્રશંસા કરી સમગ્ર પોલીસ દળનો સમાજ વતી આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિક, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કે. એલ. રાવ, ગૌતમ પરમાર, સંદીપસિંહ, ભરૂચ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સના નેટવર્કને સંપૂર્ણપણે નાબૂદ કરવા ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી હોવાનું પણ આ પ્રસંગે જણાવાયું.
    Click here to Read More
    Previous Article
    'મોદી હાય...હાય... આઝાદી હમ લેકે રહેંગે':સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ કરતા પ્રદર્શનકારીઓની અટકાયત, દિલ્હી જંતર-મંતરના ગુજરાતમાં પડઘા
    Next Article
    નવી અરાલ શાળાના બાળકોને વસ્ત્રદાન:ડૉ. સ્વીટુ ડાભીએ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 30 ડ્રેસ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment