Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹2200ની લેતી-દેતીમાં મિત્રની હત્યા:ડિંડોલીમાં ઘર પાસે જ લોહીલુહાણ હાલતમાં યુવક મળ્યો

    4 days ago

    સુરતના ડીંડોલી વિસ્તારમાં 2200 રૂપિયા જેવી સામાન્ય રકમની લેતીદેતીમાં મિત્ર એ મિત્રને ચપ્પુના ઘા મારીને પતાવી દીધો હોવાની ઘટના સામે આવી છે. નવાગામ ડીંડોલીના ચેતન નગરમાં રહેતો 20 વર્ષીય શુભમ કિશોર વાઘ મોડીરાત્રે તેના ઘરની બહાર ઉભો હતો. આ સમયે હુમલાખોરો બે ટુ-વ્હીલર લઈને આવ્યા હતા. શુભમે જ્યારે તેમાના નિલેશ નામના શખ્સ પાસે પોતાના બાકીના 2200 રૂપિયાની માંગણી કરી, ત્યારે મામલો બિચક્યો હતો. સામાન્ય બોલાચાલી અને ધક્કામુક્કી બાદ હુમલાખોરે શુભમ પર હુમલો કરી દીધો હતો. મેં નજરે જોયું, પગ ધ્રૂજવા લાગ્યાઃ પ્રત્યક્ષદર્શી ઘટના સમયે ત્યાં હાજર મંદાબેન નામના મહિલાએ સમગ્ર ઘટના નજરે જોઈ હતી. તેમણે જણાવ્યું કે, હું દુકાન પર સાબુદાણા લેવા ઉભી હતી, ત્યારે જ બે ગાડી પર છોકરાઓ આવ્યા. પૈસા બાબતે માથાકૂટ ચાલી રહી હતી. જ્યારે પેલા છોકરાએ પૈસા માંગ્યા તો સામેવાળાએ ગાળ આપી અને તરત જ ચપ્પુ કાઢી લીધું. તેણે શુભમની જાંઘ પર અનેક ઘા માર્યા. દૃશ્ય જોઈને મારા પગ ધ્રૂજવા લાગ્યા હતા. મંદાબેન તરત જ શુભમની માતાને બોલાવવા ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં શુભમ લોહીથી લથબથ થઈ ચૂક્યો હતો. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડ્યો હુમલાખોરો પાંચની સંખ્યામાં હોવાનું કહેવાય છે, જેમાંથી એક શખ્સે ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો. ઘટના બાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત શુભમને તાત્કાલિક ધોરણે ડીંડોલીની બાબા મેમોરિયલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હુમલો એટલો જોરદાર હતો અને શરીરના નાજુક ભાગે ઘા વાગવાને કારણે રક્તસ્ત્રાવ વધુ થઈ ગયો હતો. હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ શુભમને મૃત જાહેર કર્યો હતો, જેને પગલે પરિવારમાં ભારે આક્રંદ મચી ગયો હતો. પોતાના પૈસા માંગવામાં શું કોઈ ગુનો છે? પરિવાર અને પાડોશીઓના જણાવ્યા મુજબ, શુભમની કોઈ ભૂલ નહોતી. તેણે સામેવાળા પર હાથ પણ ઉપાડ્યો નહોતો. તે માત્ર પોતાના હકના પૈસા માંગી રહ્યો હતો. સ્થાનિકોમાં એ વાતનો રોષ જોવા મળી રહ્યો છે કે આજના સમયમાં સામાન્ય રકમ માટે પણ લોકો કોઈનો જીવ લેતા અચકાતા નથી. મંદાબેને દુઃખ સાથે ઉમેર્યું કે, બિચારો માર ખાઈને મરી ગયો, ખાલી એક ગાળ અને પૈસાના લીધે આવું થયું. પોતાના જ પૈસા માંગવામાં શું કોઈ ચોરી છે? ડીંડોલી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આ હત્યાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હુમલાખોરોને પકડવા માટે વિવિધ ટીમો બનાવી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદન આધારે તપાસ શરૂ કરી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાએ સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    હળવદમાં જમીન વિવાદે દંપતી પર હુમલો:6 શખ્સોએ માર મારતા હોસ્પિટલે ખસેડાયા
    Next Article
    જીવના જોખમે મતદાન કરશે મતદારો!:ગોધરામાં ચૂંટણી અધિકારીની કામગીરી પર સવાલો ઉઠ્યાં; જે બિલ્ડિંગને તંત્રએ જર્જરિત ગણાવી ત્યાં ગોઠવાશે વોટિંગ બુથ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment