Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ગાંજાનું વેચાણ ઝડપાયું:પોલીસે ઓટો રિક્ષા સાથે ₹2.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    1 week ago

    વલસાડ જિલ્લામાં ગાંજાના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વલસાડ સિટી પોલીસે અમિત ઉર્ફે પેન્ડો રસીકભાઈ નીકુળીયા નામના આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ગાંજો, રોકડ રકમ, મોબાઇલ ફોન અને ઓટો રિક્ષા સહિત કુલ ₹2.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસ મુજબ, આરોપી અમિત ઉર્ફે પેન્ડોએ વોન્ટેડ આરોપી પ્રશાંત તિવારી પાસેથી ગેરકાયદેસર રીતે ગાંજો મેળવ્યો હતો. તે આ ગાંજાનું છૂટક વેચાણ કરવા માટે નાની પડીકીઓ તૈયાર કરતો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી 0.302 કિલોગ્રામ ગાંજો, રોકડા ₹2,500, એક મોબાઇલ ફોન, ગાંજો પીવા માટેની ચાર ચિલમ તેમજ પેકિંગ માટે ઉપયોગમાં લેવાતી વિવિધ પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી. આ ઉપરાંત, આરોપીની બજાજ કંપનીની ઓટો રિક્ષા (નંબર GJ-15-AW-7133) પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત ₹2.19 લાખ જણાવી છે. પોલીસે આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ફરાર અને વોન્ટેડ આરોપી પ્રશાંત તિવારીની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કોળી સમાજના પ્રમુખ મોટા સખપરના પીડિતને મળ્યા:ઈજાગ્રસ્તને મળીને ન્યાય મેળવવાની ખાતરી આપી, સમાજ મજબૂતી સાથે હોવાની હૈયાધારણા આપી
    Next Article
    આમલેથા ગામમાં દીપડાએ મારણ કર્યુ:બંધ ઓરડીમાં બાંધેલી પશુપાલકની 4 બકરીઓનો શિકાર કર્યો, એકને ઉઠાવી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment