Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલાર પ્લેટ ચોરીનો ભેદ ઉકેલાયો:પાણસીણાના કટારીયામાંથી ₹2.16 લાખની 24 પ્લેટ સાથે 3 ઝડપાયા

    10 hours ago

    સુરેન્દ્રનગર LCBએ પાણસીણા પોલીસ સ્ટેશન વિસ્તારના કટારીયા ગામની સીમમાં થયેલ સોલાર પ્લેટની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ₹2,16,000ની કિંમતની 24 સોલાર પ્લેટ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા સૂચના આપી હતી. તેમણે LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજાને અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા અને આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવા આદેશ કર્યો હતો. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ.રાયમાએ ટીમો બનાવી હતી. ચોક્કસ બાતમીના આધારે, ટીમે કટારીયા ગામની સીમમાંથી ચોરી કરેલી 24 EMMVEE કંપનીની સોલાર પ્લેટો કબજે કરી, જેની કિંમત ₹2,16,000 છે. આ ગુનામાં પકડાયેલા આરોપીઓમાં સહદેવભાઈ ઉર્ફે ભુરો દીલીપભાઈ પરનાળીયા, દેવરાજભાઈ ઉર્ફે બહાદુરભાઈ ધનજીભાઈ પરનાળીયા અને કિશોરભાઈ ઉર્ફે કાનાભાઈ પ્રભાતભાઈ બારડનો સમાવેશ થાય છે. આ ત્રણેય કટારીયા, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગરના રહેવાસી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ અને મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી માટે પાણસીણા પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે. આ કામગીરીમાં LCB સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય.પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ.રાયમા અને સ્ટાફના પ્રવિણભાઈ કોલા, ભરતભાઈ સભાડ, કૃણાલસિંહ ઝાલા, મેહુલભાઈ મકવાણા અને અનિરુધ્ધસિંહ ઝાલા સહિતના કર્મચારીઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ઈરાને મિસાઈલો પર 'થેન્ક્યુ ઈન્ડિયા' લખી ઈઝરાયલ પર હુમલો કર્યો:કહ્યું- ભારતીય બાળકોનું ગુલ્લક દાન કરવાનું ક્યારેય નહીં ભૂલીએ, આ પ્રેમભરી ભેટ
    Next Article
    જિલ્લા વિકાસ અધિકારીનું આકરું વલણ:બે મહિના પૂર્વે જુગાર રમતા ઝડપાયેલા વલાદ ગામના ઉપસરપંચ હોદ્દા પરથી સસ્પેન્ડ, પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment