Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા વિકાસ અધિકારીનું આકરું વલણ:બે મહિના પૂર્વે જુગાર રમતા ઝડપાયેલા વલાદ ગામના ઉપસરપંચ હોદ્દા પરથી સસ્પેન્ડ, પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી

    9 hours ago

    ગાંધીનગર તાલુકાના વલાદ ગામે બે મહિના પૂર્વે પડેલી પોલીસ રેડના મામલે તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. વલાદ ગામના ઉપસરપંચ જગદીશજી મહેશજી ઠાકોરને જુગાર રમતા ઝડપાયા બાદ તેમના પદ પરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. લોકશાહીમાં ગામના વિકાસની જવાબદારી જેમના શિરે હોય તેવા જવાબદાર વ્યક્તિ જ અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાતા પંચાયત આલમમાં ચકચાર મચી ગઈ છે. ગાંધીનગર LCB પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી ગાંધીનગરના વલાદ ગામના ઉપસરપંચ જગદીશજી મહેશજી ઠાકોરને જુગાર રમવું રમવું ભારે પડી ગયું છે. બે મહિના પહેલા ગાંધીનગર LCB પોલીસ દ્વારા વલાદ ગામના પેટાપરા ગણાતા ગોળવંટા વિસ્તારમાં બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન વલાદ ગામના 25 વર્ષીય ઉપસરપંચ જગદીશજી મહેશજી ઠાકોર સહિત કુલ 10 શખસો જાહેરમાં જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ તમામ રીઢા જુગારીઓ વિરુદ્ધ ડભોડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ગામના પ્રતિષ્ઠિત હોદ્દા પર હોવા છતાં ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવણીને ગંભીરતાથી લેતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉપસરપંચ જગદીશજી ઠાકોરને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ-59(1) મુજબ જો કોઈ સરપંચ કે ઉપસરપંચ સામે નૈતિક અધપતનવાળા ગુનામાં ફોજદારી કાર્યવાહી થઈ હોય અથવા ઇન્સાફી કાર્યવાહી દરમિયાન અટકાયત કરવામાં આવી હોય તો તેમને હોદ્દા પરથી મૌકૂફ કરી શકાય છે. આ જોગવાઈને ધ્યાને રાખીને ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી બી. જે. પટેલે તાત્કાલિક અસરથી ઉપસરપંચ જગદીશજી ઠાકોરને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉપસરપંચ જેવા જવાબદાર હોદ્દા પર રહીને ગામમાં સુધારા લાવવા અને લોકકલ્યાણના કાર્યો કરવાની જગ્યાએ લોક પ્રતિનિધિ પોતે જ જુગારની બાજી માંડીને બેઠા હતા. આ પ્રકારનું વર્તન પદની ગરિમાને કલંકિત કરનારું હોવાથી આ શિસ્તભંગના પગલાં લેવા અનિવાર્ય બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સોલાર પ્લેટ ચોરીનો ભેદ ઉકેલાયો:પાણસીણાના કટારીયામાંથી ₹2.16 લાખની 24 પ્લેટ સાથે 3 ઝડપાયા
    Next Article
    Ensure Supplies, Work As "Team India": PM To Chief Ministers On Gulf Crisis

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment