Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહ પરિવારે ₹21,500નો લીલો ઘાસચારો અર્પણ કર્યો:યંગ જાયન્ટ્સ બોટાદે ગાયોને ખવડાવવાનો કાર્યક્રમ યોજ્યો

    15 hours ago

    યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા રવિવારે જીવદયાનું પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું. સંસ્થાએ બોટાદના તુરખા રોડ પર આવેલી દામુભાઈની વાડી ખાતે ગાયોને લીલો ઘાસચારો ખવડાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ જીવદયા કાર્યક્રમ 21 જૂન, 2026ના રોજ યોજાયો હતો. આ પ્રસંગે અબોલ ગાયોને લીલોચારો ખવડાવીને ઉપસ્થિત સૌ કોઈએ ધન્યતા અનુભવી હતી. આ કાર્ય માટે મુખ્ય દાતા સ્વ. વસંતબેન જગજીવનદાસ શાહ (ગોળ વાળા) પરિવાર હતો, જેમણે ₹21,500નું દાન આપ્યું હતું. તેમના ઉદાર આર્થિક સહયોગ બદલ યંગ જાયન્ટ્સ બોટાદ અને મહાજન પાંજરાપોળના સભ્યોએ શાહ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે યંગ જાયન્ટ્સ બોટાદના પ્રેસિડેન્ટ અમન દોશી, વાઇસ પ્રેસિડેન્ટ બ્રિજ દાણી, એસ.એમ.ઓ. હાર્દિક ઇંદ્રાણી, વિશાલ વસાણી અને મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાહ પરિવાર દ્વારા કરવામાં આવેલું આ જીવદયાનું કાર્ય અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    વસતી ગણતરી દરમિયાન મહિલાકર્મી અને તેના મંગેતર સાથે મારામારી:દુકાન પર લખેલો નંબર ભૂંસી નાખવાનું કહીને અજાણ્યા શખસે હંગામો મચાવ્યો
    Next Article
    Chandigarh’s fear economy: Traders, club owners turn to bouncers on security concerns

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment