Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસતી ગણતરી દરમિયાન મહિલાકર્મી અને તેના મંગેતર સાથે મારામારી:દુકાન પર લખેલો નંબર ભૂંસી નાખવાનું કહીને અજાણ્યા શખસે હંગામો મચાવ્યો

    17 hours ago

    વડોદરાના માંજલપુર વિસ્તારમાં વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન અજાણ્યા શખસે મહિલાકર્મી અને તેમના મંગેતર સાથે ગાળાગાળી તથા મારામારીની કરી હતી. સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવાના આક્ષેપ સાથે મહિલા કર્મચારીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે. વસતી ગણતરી કામગીરી દરમિયાન રુકાવટ કરી વડોદરાના પ્રતાપનગર હેડક્વાર્ટર્સ ખાતે રહેતા અને મકરપુરાની જશોદા કોલોની સ્થિત મહિલા અને બાળ વિકાસ વિભાગની આઈ.સી.ડી.એસ. શાખામાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા રીંકુબેન ચીનુભાઈ ડામોર (ઉ.વ. 32)એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ વસ્તી ગણતરી અંતર્ગત ઘરયાદી અને મકાનોની ગણતરી માટે ગણતરીદાર તરીકે નિમાયેલા છે. 20 જૂનના રોજ બપોરે આશરે 3:15 વાગ્યે તેઓ તેમના મંગેતર પ્રકાશભાઈ તેરસીંગભાઈ બારીયા સાથે માંજલપુર દરબાર ચોકડી અને સનસિટી સર્કલ વચ્ચે આવેલા ડ્રીમલેન્ડ કોમ્પ્લેક્સ ખાતે વસ્તી ગણતરીની કામગીરી માટે પહોંચ્યા હતા. દુકાન પર નંબર કેમ લખો છો કહી મારામારી કરી તે દરમિયાન ડ્રીમલેન્ડ કોમ્પ્લેક્સમાં આવેલી એંજલ એન્ટરપ્રાઇઝ નામની દુકાન નં. 23નું શટર અડધું ખુલ્લું હોવાથી રીંકુબેને દુકાન બહાર સેન્સસ નંબર લખ્યો હતો. આ દરમિયાન ત્યાં આવેલા એક અજાણ્યા શખ્સે દુકાન પર નંબર કેમ લખ્યો તે અંગે પૂછપરછ કરી હતી. રીંકુબેને પોતે સરકાર તરફથી વસ્તી ગણતરીની કામગીરી માટે આવ્યા હોવાનું જણાવતાં શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો. તે શખ્સે દુકાન પર નંબર ન લખવા અને તેને ભૂંસી નાખવા કહેતાં ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ તેણે રીંકુબેન તેમજ તેમના મંગેતર સાથે બોલાચાલી કરી હતી અને પ્રકાશભાઈને લાફો મારી મારામારી કરી હતી. ઘટનાને પગલે આસપાસના દુકાનદારો દોડી આવતા બંનેને છોડાવવામાં આવ્યા હતા. આ ઘટનાના કારણે સરકારી અને રાષ્ટ્રીય મહત્વની વસ્તી ગણતરીની કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ગંભીર અકસ્માત:કરીયાણા ગામ નજીક લક્ઝરી બસ પલટી, એકનું મોત, ત્રણ ગંભીર; ઈજાગ્રસ્તોને ધોળકા ખસેડાયા
    Next Article
    શાહ પરિવારે ₹21,500નો લીલો ઘાસચારો અર્પણ કર્યો:યંગ જાયન્ટ્સ બોટાદે ગાયોને ખવડાવવાનો કાર્યક્રમ યોજ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment