Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹2,000થી ઉપરના UPI વ્યવહારો પર MDR વસૂલવાનો GTFનો વિરોધ:ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ વિરોધ નોંધાવ્યો, વેરાવળ વેપારી એસોસિયેશનનું સમર્થન

    8 hours ago

    ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન (GTF)ના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ ₹2,000થી ઉપરના UPI વ્યવહારો પર વેપારીઓ પાસેથી MDR વસૂલવાની દરખાસ્તનો વિરોધ કર્યો છે. GTFની માંગ છે કે રિટેલ અને હોલસેલ વેપારીઓને આ MDR વ્યવસ્થામાંથી બહાર રાખવામાં આવે. GTFનું કહેવું છે કે UPI ભારતની ડિજિટલ સિદ્ધિ છે, જેમાં વેપારીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. MDR વસૂલવાથી વેપારીઓ પર આર્થિક બોજ અને વહીવટી મુશ્કેલીઓ ઊભી થશે. GTFએ Ecosystem-based Funding Model સૂચવ્યો છે. જેમાં બેન્કો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ કે મોટા સંસ્થાકીય વ્યવહારો પર કેન્દ્રિય રીતે યોગદાન લેવાનો વિકલ્પ છે. આનાથી વેપારીઓ પર વધારાનો ખર્ચ નહીં આવે. વેરાવળ વેપારી એસોસિયેશન મહામંડળના અનિસ રાચ્છે GTFના વિરોધને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે જો દરખાસ્ત પાછી ખેંચાશે નહીં, તો તેની સીધી અસર ગ્રાહકો પર પડશે. વેરાવળના વેપારીઓ આંદોલનમાં જોડાશે.
    Click here to Read More
    Previous Article
    સનસાઈન વેલનેસ સ્પામાંથી કુંટણખાનું ઝડપાયું:ગ્રાહક દીઠ રૂ.2,500 લઈ દેહ વ્યાપારનો વેપલો ચલાવતા સંચાલકની ધરપકડ, 6 યુવતિઓને મુક્ત કરાવાઈ
    Next Article
    કતારગામ, રાંદેર-અડાજણના વાહનચાલકોને 5 કિમીના ચકરાવામાંથી મુક્તિ:સિંગણપોર-રાંદેર કોઝ-વે પરથી વાહનવ્યવહાર શરૂ, નોકરીયાતો અને વેપારીઓને ફાયદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment