Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કચ્છના માંડવીને મેઘરાજાએ ધમરોળ્યું, ₹2,000થી વધુની UPI ચુકવણી પર ચાર્જ લેવામાં આવશે, 'ક્રિકેટના ભગવાન'નો રેકોર્ડ તૂટ્યો

    13 hours ago

    નમસ્તે, હવે UPI થી ₹2,000 થી વધુ પેમેન્ટ પર 0.4% ચાર્જ લાગશે. અમેરિકાએ પહેલી વાર માન્યું છે કે તેણે અંતરીક્ષમાં હથિયાર તૈનાત કરી રાખ્યા છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ બતાવીશું કે ઝિમ્બાબ્વેના ક્રિકેટરે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અને હોસ્પિટલમાં ભરતી કરાવવાના મામલે સુનાવણી. 📰 કાલના મોટા સમાચારો 1. 2,000 રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર 0.4% ચાર્જ લાગશે:ચાર્જ ગ્રાહક પાસેથી નહીં, વેપારી પાસેથી લેવામાં આવશે; મહત્તમ ₹300, નવો નિયમ 15 ઓક્ટોબરથી લાગુ UPIથી ₹2,000 થી વધુના પેમેન્ટ પર 0.4% ચાર્જ લાગશે. ફીની મહત્તમ મર્યાદા 300 રૂપિયા સુધી કરવામાં આવી છે. આ રકમ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન પર નિર્ભર કરશે. આ શુલ્ક ગ્રાહકો પાસેથી નહીં, પરંતુ વેપારીઓ પાસેથી લેવામાં આવશે. જોકે, ₹2,000 સુધીનું પેમેન્ટ કરવા પર ગ્રાહક અને વેપારી બંને પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. નાણા મંત્રાલયે સોમવારે નોટિફિકેશન બહાર પાડીને આ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. RuPay ડેબિટ કાર્ડ દ્વારા થતા પેમેન્ટને પણ આ છૂટમાં સામેલ કરવામાં આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. અમેરિકાએ પહેલીવાર સ્વીકાર્યું- સ્પેસમાં હથિયારો તૈનાત કર્યા:કયા હથિયારો, ક્યારે મોકલવામાં આવ્યા તે હજુ સીક્રેટ, ભારતના મિત્રનું લીધું નામ; અંતરિક્ષમાં યુદ્ધની તૈયારી? અમેરિકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે તેણે સ્પેસમાં હથિયારો તૈનાત કર્યા છે. અમેરિકી વાયુસેનાના પ્રમુખ ટ્રોય મિન્કે સોમવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે અમેરિકા પાસે ઓર્બિટમાં એવા હથિયારો છે, જેનો ઉપયોગ જરૂર પડ્યે અમેરિકી સૈનિકોને દુશ્મનના હુમલાથી બચાવવા માટે કરી શકાય છે. અમેરિકી અધિકારીએ એ જણાવ્યું નથી કે આ હથિયારો આખરે કયા પ્રકારના છે, કેટલા છે અને તેમને ક્યારે સ્પેસમાં મોકલવામાં આવ્યા હતા. અમેરિકાનો આ ખુલાસો એવા સમયે થયો છે, જ્યારે હાલમાં જ ભારતમાં યોજાયેલા બ્રિક્સ સંમેલનમાં જિનપિંગ-પુતીને હાજરી આપી હતી. અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે સ્પેસમાં પોતાની તાકાત વધારવાની સ્પર્ધા ચાલી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. બીજી T20માં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું:સંજુ સેમસને ફોર્મેટમાં પોતાની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી; નીતિશ રેડ્ડીને 3 વિકેટ; સિરીઝ 2-0થી જીતી ભારતે બીજી T20માં અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 14.5 ઓવરમાં 163 રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. ત્રીજી મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. ભારતની જીતમાં સંજુ સેમસને 22 બોલમાં 57 રનની ઝડપી ઇનિંગ્સ રમી. તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા માર્યા. તેણે પોતાની T20I કરિયરની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી. અભિષેક શર્માએ 19 બોલમાં 39 રન બનાવ્યા. બંનેએ પહેલી વિકેટ માટે 38 બોલમાં 88 રન જોડ્યા. ઈશાન કિશને નોટઆઉટ 38 રન બનાવ્યા. રાશિદ ખાને 3 વિકેટ લીધી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ન્યૂયોર્કમાં ભારતીય મૂળની યુવતી ટ્રેન નીચે કપાઈ ગઈ, VIDEO:અડધી રાત્રે તેના ફ્રેન્ડ સાથે ટ્રેક પર બેઠી હતી, બંનેના મોત; ટ્રેન ઓપરેટરે કહ્યું- યુવતી હસી રહી હતી અમેરિકાના ન્યૂયોર્કમાં એક અકસ્માતમાં ભારતીય મૂળની યુવતી અને તેના નેપાળી-અમેરિકન મિત્રનું મૃત્યુ થયું. બંનેની ઉંમર 24 વર્ષ હતી. તેઓ લોઅર મેનહટનના એક સબવે સ્ટેશન પર રેલવે ટ્રેક પર બેઠા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રેને બંનેને કચડી નાખ્યા. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં બંને ટ્રેન આવવાના થોડા સેકન્ડ પહેલા ટ્રેક પર શાંતિથી બેઠેલા દેખાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ટ્રેન ઓપરેટરે જણાવ્યું કે તેણે મહિલાને હસતી જોઈ હતી. તે મિત્રને પોતાની તરફ ખેંચી રહી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 'ક્રિકેટના ભગવાન'નો રેકોર્ડ તૂટ્યો:ઝિમ્બાબ્વેના વિકેટકીપર બ્રેન્ડન ટેલરે સચિન તેંડુલકરને પાછળ છોડ્યા, લાંબા સમય સુધી વનડે રમનારા પ્લેયર બન્યા ઝિમ્બાબ્વેના વિકેટકીપર બેટ્સમેન બ્રેન્ડન ટેલરે મંગળવારે ભારતના સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. તેઓ ઓસ્ટ્રેલિયા સામે હરારેમાં પ્રથમ વનડે રમવા ઉતર્યા. આ સાથે તેઓ સૌથી લાંબા સમય સુધી વનડે રમનાર ખેલાડી બની ગયા. ટેલરની વનડે કારકિર્દી હવે 22 વર્ષ 4 મહિનાની થઈ ગઈ છે. તેમણે સચિન તેંડુલકરના 22 વર્ષ અને 3 મહિનાને પાછળ છોડીને આ સિદ્ધિ હાંસલ કરી. ટેલરે કારકિર્દીમાં 207 મેચ રમી. તેમણે આ દરમિયાન 11 સદી અને 39 અડધી સદી સાથે 6704 રન બનાવ્યા. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 145 રન રહ્યો. સચિને 2012માં 50 ઓવરના ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમણે પોતાની કારકિર્દીમાં 463 વનડે મેચ રમી અને 18426 રન બનાવ્યા. તેઓ હજુ પણ વનડેમાં સૌથી વધુ મેચ રમવા અને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. કચ્છના માંડવીને મેઘરાજાએ ધમરોળ્યું, 7 ઇંચથી જળબંબાકાર:શેરીઓમાં પણ જોરદાર પૂર, સિઝનમાં પહેલીવાર નદીઓ બે કાંઠે વહેતાં ખેડૂતો ખુશ; આજે 95 તાલુકામાં વરસાદ આજે સવારના 6થી રાત્રીના 10 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવીમાં 7 ઈંચથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નદીઓ બે કાંઠે વહેવાની સાથે શહેરી વિસ્તારોમાં પણ કમર સુધીના પાણી વહી રહ્યાં છે. અબડાસામાં બે ઈંચ અને મુન્દ્રામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે કચ્છમાં ધોધમારની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. શ્રાવણ મહિના દરમિયાન જે વરસાદ વરસવો જોઈએ તે આ વર્ષે જોવા ન મળ્યો. જો કે, ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદનો રાઉન્ડ આવતા ખેડૂતો અને સરકારે થોડી રાહત અનુભવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 84.38 ટકા વરસાદ વરસી ગયો છે, જ્યારે હજુ પણ 15.62 ટકાની ઘટ વર્તાઈ રહી છે. સૌથી વધુ 50 ટકાની ઘટ કચ્છમાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. બનાસકાંઠામાં ગુલાબસિંહ V/S અમિત ચાવડા:સંગઠનની યાદી રદ થતા જિલ્લા પ્રમુખે કહ્યું- ગેનીબેનને નુકસાન કરવાનો પ્રયાસ, મને હટાવી દો; જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખનુ રાજીનામુ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતની નિમણૂક થયાને એક વર્ષ વિતી ગયા બાદ પણ સંગઠનની રચના કરવામાં ન આવી. બે દિવસ પહેલા ગુલાબસિંહે પોતાની જ રીતે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસના સંગઠનની જાહેરાત કરી દીધી. જો કે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ યાદીને રદ કરી દેતા વિવાદ સર્જાયો છે. અમિત ચાવડાની કાર્યવાહી બાદ ગુલાબસિંહે કહ્યું- અમારે કોંગ્રેસ સામે નહીં ભાજપ સામે લડવું છે. મને જિલ્લા પ્રમુખ પદેથી હટાવી અન્ય કોઈને નિમણૂક આપી દો. સાથે કોઈનું નામ લીધા વિના કહ્યું કે, લોકસભામાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકો દ્વારા સંગઠનને નુકસાન કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દિલ્હીમાં જિમ ટ્રેનરની 15 રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા:ચારમાંથી 2 ગોળી માથામાં વાગી; હિમાંશુ ભાઉ ગેંગે જવાબદારી લીધી (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : એલિયન જેવું છે ‘AI’, દુનિયા હજુ તેના માટે તૈયાર નથી:બિલ ગેટ્સે કહ્યું- નોકરીઓ છીનવાશે, સાયબર હુમલા વધશે, AIની ઝડપ સામે દુનિયાની સરકારો પાસે કોઈ પ્લાન નથી (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : નંદીગ્રામ પેટાચૂંટણીમાં CM શુભેન્દુના PAની માતા ઉમેદવાર:બંગાળના ચૂંટણી પરિણામના બીજા દિવસે ચંદ્રનાથની હત્યા થઈ હતી; CMએ આ બેઠક છોડી (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પના પોસ્ટલ વોટિંગ સખ્ત કરવાના પ્રયાસ પર રોક:સુપ્રીમ કોર્ટના 9 માંથી 7 જજ વિરુદ્ધમાં; મતદારોની માહિતી USPSને આપવાનો આદેશ હતો (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : Meta બાળકો સંબંધિત જાતીય શોષણના કેસની માહિતી આપશે:બાળ સુરક્ષા કેસ એજન્સીઓને જાણ કરશે; સરકાર સાથે વાતચીત બાદ સહમત થયા (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : ચીફ કોચ પછી સિલેક્ટરને હટાવવાની તૈયારીમાં પાકિસ્તાન:આકિબ અને વહાબને હટાવી શકાય છે, ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં ક્લીન સ્વીપની અસર (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે ઋષિ પંચમી:સામા પાંચમે સપ્તઋષિઓની પૂજાનું મહત્ત્વ, જાણો તેમની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ (વાંચો સંપૂર્ણ વાર્તા) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ચીન માટે 'માછલી' જાસૂસી કરશે ચીનમાં માછલી જેવો દેખાતો એક રોબોટ બનાવવામાં આવ્યો છે. તેનું નામ 'ગોલ્ડન ડ્રેગન ફિશ બાયોનિક રોબોટ' છે. તે પાણીની અંદર તરીને જાસૂસી કરી શકે છે. તેમાં કેમેરા લાગેલા છે, જે પાણીની અંદરની વસ્તુઓ રેકોર્ડ કરી શકે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. રિલાયન્સનો 27 લાખના માલ સાથેનો ટ્રક ચોરાઈ ગયો: જેના પર ચોરીનો આરોપ લાગ્યો તેનું ગળું કાપીને હત્યા કરી દેવાઈ; લોહીના ડાઘ, સડેલી લાશ અને એક ભયાનક કાવતરું 2. Editor's View : UKનાં ત્રણ ફાડિયાંની તૈયારી: ટ્રમ્પે આગમાં ઘી હોમ્યું, ત્રણ દેશોએ બંડ પોકાર્યો, ભાગલાથી ભારત-દુનિયાને શું અસર થાય? જાણો વિવાદની ઇનસાઇડ સ્ટોરી 3. પારકી પંચાત : અફવાઓ વચ્ચે હસમુખ પટેલે ચોખવટ કરી:‘વાહ શંકરભાઈ વાહ’ ચૌધરી સાહેબ દોહો બોલ્યા ને ખેડૂતોને મજા પડી ગઈ; ફાર્મમાં મિટિંગ પછી કોંગ્રેસમાં કાપાકાપી! 4. આજનું એક્સપ્લેનર: મોહસિન નકવી પોતે ટ્રોફી આપવા માટે કેમ આગ્રહ રાખે છે; આ વખતે મહિલા ક્રિકેટ ટીમે ઇનકાર કર્યો, આવું ક્યાં સુધી ચાલશે 5. તુલસી માત્ર પવિત્ર છોડ નહીં, 'ઔષધીઓની રાણી' છે!: બીપી-શુગરને કન્ટ્રોલ કરે, તણાવ ઘટાડે; ડૉક્ટર પાસેથી જાણો તેના મિથ અને ફેક્ટ, આ લોકોએ ન ખાવી 6. ચા-નાસ્તાના ખર્ચ જેટલા જ રોકાણમાં લાખોપતિ બની શકશો!: દરરોજ માત્ર 100 રૂપિયાના રોકાણથી આ રીતે બનાવો મોટું ફંડ, આ 7 ભૂલો ન કરતા 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: વૃષભ રાશિને ઈન્ટરવ્યુમાં સફળતાના યોગ, વડીલોના આશીર્વાદથી થશે સિંહ રાશિનું ભાગ્યોદય વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    મક્કા-જેદ્દાહમાં સાયરન વાગ્યા, ઇતિહાસમાં પહેલીવાર 'ઈમરજન્સી એલર્ટ':હુતીઓના મિસાઈલ હુમલાથી સાઉદીમાં હાહાકાર, 86 લોકો ઘાયલ; મુશ્કેલ ઘડીએ પરમ મિત્ર પાકિસ્તાને પણ હાથ ઊંચા કર્યા
    Next Article
    Stock Market News Today Live: Gift Nifty Indicates Muted Start For Sensex, Nifty Amid Weak Global Cues

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment