Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં મહિલાઓ સાથે ઠગાઇ:સાડી વેચ્યા બાદ ફોલ બીડીંગ બહાને પરત ન કરી 86 હજારની છેતરપિંડી આચરી યુવક ફરાર

    3 days ago

    નવસારી જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં ઘરબેઠા સાડીઓ વેચી, તેમાં મફતમાં ફોલ-બીડિંગ, બ્લાઉઝ અને પેટીકોટ કરાવી આપવાની લાલચ આપી મહિલાઓ પાસેથી સાડીઓ તથા રોકડ રકમ ઓળવી જતી રીતરસમથી ત્રણ અલગ-અલગ પોલીસ મથકોમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. જલાલપોરના છીણમ ગામે કણબીવાડમાં રહેતા અસ્મીતાબેન નાયક તથા અન્ય મહિલાઓ પાસેથી સંજુ ઉર્ફે સંજીબભાઈ સાડીવાલા નામના અજાણ્યા શખ્સે રૂ. 18881ની કુલ 8 સાડીઓ રોકડેથી વેચી હતી. ત્યારબાદ મફતમાં ફોલ-બીડિંગ કરી આપવાનો વિશ્વાસ આપી સાડીઓ લઈ પરત ન આપી છેતરપિંડી આચરી હતી, જે અંગે મરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. ​ બીજા કિસ્સામાં અમલસાડની પૂર્ણિમા સોસાયટીમાં રહેતા 72વર્ષીય નિવૃત્ત મહિલા હંસાબેન મહેતા સહિત વિસ્તારની પાંચ મહિલાઓ પાસેથી એક અજાણ્યા ગઠિયાએ કુલ 58 હજારની કિંમતની સાડીઓ રોકડથી વેચાણ કરી હતી. બાદમાં ફોલ લગાવવાના બહાને તમામ સાડીઓ લઈને ફરાર થઈ જતાં ગણદેવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. બીલીમોરાના હનુમાન મહોલ્લામાં રહેતા જાગૃતિબેન ટેલર તથા પડોશની મહિલાઓ પાસેથી સંજીબભાઈ નામના શખ્સે 10200માં 6 સાડીઓ વેચી, ફોલ-બીડિંગ મફત કરી આપવાનું કહી સાડીઓ પરત લઈ જઈ ઠગાઈ કરી હતી, જે અંગે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ત્રણેય બનાવોમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી:સ્ટ્રીટ ફોટોવોક, ધ્વજારોહણ અને ફોટોગ્રાફરોનું સન્માન કરાયું
    Next Article
    ગુણોત્સવ 2.0:હાજરી, સુવિધાઓ, ગ્રાન્ટ, શિક્ષણ, ઈનોવેશન પર શાળાનું મૂલ્યાંકન થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment