Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાદરા નગર હવેલીમાં તોતાપુરી કેરીનું આગમ:ખેડૂતે એકાદશીએ વેચાણ શરૂ કર્યું, પ્રથમ દિવસે ₹2000 ભાવ મળ્યો

    11 hours ago

    સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામમાં તોતાપુરી કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા આ વિસ્તારના ખેડૂત ભરતસિંહ સોલંકીએ એકાદશીના શુભ દિવસે કેરીના વેચાણનું મુહૂર્ત કર્યું હતું. પ્રથમ દિવસે તેમને 3 મણ કેરીના ₹2000 પ્રતિ મણનો ભાવ મળ્યો હતો. વલસાડ જિલ્લા સહિત દાદરા નગર હવેલી અને દમણ પ્રદેશમાં ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ફળોના રાજા કેરીની સિઝન પણ નજીક આવી રહી છે. હાલમાં આંબાવાડીઓમાં તોતાપુરી કેરીનો ફાલ ઉતરવાની શરૂઆત થઈ છે, જેના પગલે ખેડૂતોએ કેરી ઉતારવાનું શરૂ કર્યું છે. ખેડૂત ભરતસિંહ સોલંકીએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે જો આગામી દિવસોમાં વાતાવરણ સાનુકૂળ રહેશે, તો કેરીનો સારો પાક મળશે અને ખેડૂતોને પણ સારો ભાવ મળી રહેશે. આગામી સમયમાં તોતાપુરી કેરી બજારમાં ધૂમ મચાવશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    BCG ચૂંટણીનું પરિણામ આવવાની શરૂઆત:આફતાબ હુસૈન અંસારી અને જે.જે.પટેલ કાઉન્સિલના સભ્ય બન્યા, વધુ સભ્યો વિશે આગામી સમયમાં પરિણામ આવશે
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ડીંડોલીમાં ધોળે દિવસે યુવકની ઘાતકી હત્યા, ગેસના વિકલ્પમાં ચુલાનો ઉપયોગ શરૂ કરાતા લાકડાના ભાવમાં ભડકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment