Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યભરના વાલીઓને મોંઘવારીનો વધુ એક માર:સ્કૂલ વાનમાં ₹200 અને રિક્ષાના ભાડામાં ₹100નો વધારો, અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસો.ની બેઠકમાં નિર્ણય

    6 days ago

    રાજ્યભરના વાલીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. CNGમાં ભાવમાં સતત વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2024માં છેલ્લે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વાલીઓ પર મોંઘવારીનો માર ન પડે તે માટે આગામી ત્રણ વર્ષ સુધી ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં નહીં આવે. વર્ષ 2027માં જ ભાડામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2024 માં ભાડામાં વધારો કરાયો ત્યારે CNG નો ભાવ 76 રૂપિયા હતો. પરંતુ જે બાદ CNG ના ભાવમાં સતત વધારો નોંધાયો છે. જ્યારે અત્યારે CNG ના ભાવ 88 રૂપિયા પહોંચી ગયા છે. આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રાંરભ થયો રાજ્યભરમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાંની સાથે જ આજ રોજ, 8 જૂનને સોમવારથી તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2026-27નો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા બે મહિનાથી શાંત પડેલા શાળાઓના પરિસર અને વર્ગખંડો ફરી એકવાર વિદ્યાર્થીઓની ભીડ અને કિલ્લોલથી જીવંત બન્યા છે. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં એક અનોખો ઉત્સાહ, ઉમંગ અને નવી આશાઓનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતભરમાં આજે અંદાજીત લાખો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શાળાએ જઈને પોતાના નવા ધોરણના અભ્યાસની શરૂઆત કરી છે. CNGના ભાવમાં વધારો થતા ભાડામાં વધારાનો નિર્ણય અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આજે 8 જૂને બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સ્કૂલ વાનના ચાલકોને હાજર રાખવામાં આવ્યા હતા. જેમાં વધતી જતી મોંઘવારીમાં અને CNGના ભાવમાં વધારો થતો હોવાથી ભાડામાં વધારો કરવો કે નહીં તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સ્કૂલ વર્ધીના ચાલકોને ભાવ વધારામાં ઘર ચલાવવું મુશ્કેલ ન બને તે માટે ભાડામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે રાજ્યભરમાં વાલીઓએ નવા વધારા સાથે સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાનું ભાડું ચૂકવવું પડશે. વાલીઓને યુનિફોર્મની સાથે ભાડા વધારાનો માર સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયાનો અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા ભાડા પ્રમાણે વાલીઓને હવે એક કિલોમીટર મુજબ સ્કૂલ રિક્ષાનું ભાડું 750 ના બદલે 850 રૂપિયા ચૂકવવું પડશે. તો સ્કૂલ વાનનું ભાડું એક કિલોમીટર પ્રમાણે 1200 રૂપિયા બદલે હવે 1400 આપવું પડશે. જેથી વાલીઓને સ્કૂલ યુનિફોર્મની સાથે સાથે સ્કૂલ વાનના ભાડામાં પણ વધારો તેમને મોંઘવારીનો માર સહન કરવો પડશે. 'સ્કૂલ રિક્ષાનું ભાડું હવે 850 રૂપિયા લેવાશે' અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, આજે કમિટીની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં મારુતિ વાનમાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા સ્કૂલ રિક્ષાનું ભાડું 750 રૂપિયા લેતા હતા જે હવે 850 રૂપિયા લેવામાં આવશે. તેમજ પર કિલોમીટરે 100 રૂપિયા લેવામાં આવશે. સ્કૂલ વાનમાં 1200 રૂપિય લેતા હતા જે હવે 1400 રૂપિયા લેવામાં આવશે અને એક કિલોમીટરે 200 રૂપિયા વધારો કરવામાં આવશે. છેલ્લા ભાવ વધારો કર્યો ત્યારે CNG નો ભાવ 76 રૂપિયા હતો જે વધીને અત્યારે 88 રૂપિયા થઈ ગયો છે. જેથી ભાડામાં પણ વધારો કરવો પડ્યો છે. વાલીઓ સ્કૂલ છોડીને જતાં બાળકો રડવા લાગ્યાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના સ્વાગત માટે આચાર્ય, શિક્ષકો સહિતનો સ્ટાફ ગેટની સામે ઊભો રહ્યો હતો. વિદ્યાર્થીઓને આવકાર સાથે કંકુ તિલક કરીને મોઢું મીઠું કરાવી આવકાર્યા હતાં. તો વિદ્યાર્થીઓએ પણ શિક્ષકોને પગે લાગી આશિર્વાર લીધા હતાં. સ્કૂલના પહેલાં દિવસે વિદ્યાર્થીઓમાં જુના અને નવા મિત્રોને મળવાને લઈ અલગ જ ખુશી જોવા મળી હતી. તો બીજી તરફ નાના ભૂલકાઓને વાલીઓ સ્કૂલ છોડીને જતાં બાળકો રડવા લાગ્યાં હતાં. ગરમીના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા હાલ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ હોવા છતાં, વહીવટી તંત્ર તરફથી વેકેશન લંબાવવાની કોઈ અન્ય સૂચના ન મળતાં પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ જ નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવામાં આવ્યું છે. આ અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શાળા સંચાલકો દ્વારા દરેક ક્લાસરૂમમાં પંખા, વેન્ટિલેશન અને વિદ્યાર્થીઓની બેઝિક જરૂરિયાતો પૂરતી રાખવા પર ભાર મુકાયો છે. આ ઉપરાંત, તીવ્ર ગરમીથી બચાવવા માટે સ્કૂલોમાં ઠંડા અને શુદ્ધ પીવાના પાણી માટે વોટર કુલર સહિતની વિશેષ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Patna court to hear Khan Sir bail plea; YouTuber yet to be arrested in firing case
    Next Article
    ભારત વિકાસ પરિષદે જરૂરિયાતમંદ બહેનો માટે તીર્થયાત્રાનું આયોજન કર્યું:અધિક માસમાં ઉત્તર ગુજરાતના પાંચ ધામના દર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment