Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત વિકાસ પરિષદે જરૂરિયાતમંદ બહેનો માટે તીર્થયાત્રાનું આયોજન કર્યું:અધિક માસમાં ઉત્તર ગુજરાતના પાંચ ધામના દર્શન

    5 days ago

    ભારત વિકાસ પરિષદ, પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા અધિક માસ નિમિત્તે જરૂરિયાતમંદ બહેનો માટે તીર્થયાત્રાનું આયોજન કરાયું હતું. "અધિકે પંચમ તીર્થ દર્શન" નામની આ યાત્રામાં ઉત્તર ગુજરાતના પાંચ પવિત્ર ધામોના દર્શન કરાવવામાં આવ્યા હતા. યાત્રામાં સામેલ બહેનોને એ.સી. બસ દ્વારા સુવિધાસભર પ્રવાસ કરાવવામાં આવ્યો. સવારના નાસ્તાથી લઈને બપોર અને સાંજના ભોજન સુધીની નિઃશુલ્ક વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, તમામ બહેનોને સ્નેહભેટ રૂપે એક સાડી પણ અર્પણ કરાઈ હતી. આ યાત્રા દરમિયાન બહેનોએ ઉત્તર ગુજરાતના પાંચ પ્રસિદ્ધ ધામોના દર્શન કર્યા હતા. જેમાં સિદ્ધપુરનું અર્ડેશ્વર મહાદેવ, ઊંઝાનું ઉમિયા માતાજી મંદિર, દાસજનું ગોગા મહારાજ મંદિર, એઠોરનું ગણપતિ દાદા મંદિર અને તરભનું વાણીનાથ ધામ (મીની સોમનાથ) નો સમાવેશ થાય છે. આ સેવા કાર્યમાં શાખાની મહિલા સહભાગીતા સ્મિતાબેન જોશી, મહિલા સહ-સહભાગીતા કલ્પનાબેન મહેશ્વરી અને લીનાબેન જુડાલની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. કાર્યક્રમના કન્વીનર પ્રીતિબેન મહેશ્વરીએ સમગ્ર આયોજનનું સંકલન કર્યું હતું. પ્રાંત મહિલા સહભાગીતા મીનાબેન મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ શાખાની અન્ય બહેનો પણ આ સેવાકાર્યમાં જોડાઈ હતી. આ સંપૂર્ણ યાત્રા માટે સ્વ. નર્મદાબેનની સ્મૃતિમાં તેમના પુત્ર રશ્મિતભાઈ પટેલ દ્વારા વિશેષ સહયોગ મળ્યો હતો. તેમણે યાત્રા માટે એ.સી. બસ તેમજ તમામ બહેનો માટે નાસ્તા અને ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા પૂરી પાડી હતી. ભારત વિકાસ પરિષદની શાખાએ તેમના આ યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા અધિક માસમાં કરાયેલા આ પ્રયાસથી જરૂરિયાતમંદ બહેનોને આધ્યાત્મિક અનુભવનો અવસર પ્રાપ્ત થયો હતો. આ પહેલ સમાજમાં સેવાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યભરના વાલીઓને મોંઘવારીનો વધુ એક માર:સ્કૂલ વાનમાં ₹200 અને રિક્ષાના ભાડામાં ₹100નો વધારો, અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસો.ની બેઠકમાં નિર્ણય
    Next Article
    સયાજીબાગમાં સ્વચ્છતાના નામે ઉઘરાણું?:કોર્પોરેશનના અધિકારી મંગેશ જયસ્વાલનો વીડિયો વાયરલ, પરિવારનો આક્ષેપ રૂ. 1000 માગ્યા અને 50ની રસીદ આપી; અધિકારીનો લૂલો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment