Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યભરના વાલીઓને મોંઘવારીનો વધુ એક માર:સ્કૂલવાનમાં ₹200 અને રિક્ષાના ભાડામાં ₹100નો વધારો, અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં નિર્ણય

    1 week ago

    રાજ્યભરના વાલીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. CNGમાં ભાવમાં સતત વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાંની સાથે જ આજરોજ, 8 જૂનને સોમવારથી તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2026-27નો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા બે મહિનાથી શાંત પડેલા શાળાઓના પરિસર અને વર્ગખંડો ફરી એકવાર વિદ્યાર્થીઓની ભીડ અને કિલ્લોલથી જીવંત બન્યા છે. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં એક અનોખો ઉત્સાહ, ઉમંગ અને નવી આશાઓનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતભરમાં આજે અંદાજીત લાખો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શાળાએ જઈને પોતાના નવા ધોરણના અભ્યાસની શરૂઆત કરી છે. વાલીઓ સ્કૂલ છોડીને જતાં બાળકો રડવા લાગ્યાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના સ્વાગત માટે આચાર્ય, શિક્ષકો સહિતનો સ્ટાફ ગેટની સામે ઊભો રહ્યો હતો. વિદ્યાર્થીઓને આવકાર સાથે કંકુ તિલક કરીને મોઢું મીઠું કરાવી આવકાર્યા હતાં. તો વિદ્યાર્થીઓએ પણ શિક્ષકોને પગે લાગી આશિર્વાર લીધા હતાં. સ્કૂલના પહેલાં દિવસે વિદ્યાર્થીઓમાં જુના અને નવા મિત્રોને મળવાને લઈ અલગ જ ખુશી જોવા મળી હતી. તો બીજી તરફ નાના ભૂલકાઓને વાલીઓ સ્કૂલ છોડીને જતાં બાળકો રડવા લાગ્યાં હતાં. ગરમીના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા હાલ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ હોવા છતાં, વહીવટી તંત્ર તરફથી વેકેશન લંબાવવાની કોઈ અન્ય સૂચના ન મળતાં પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ જ નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવામાં આવ્યું છે. આ અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શાળા સંચાલકો દ્વારા દરેક ક્લાસરૂમમાં પંખા, વેન્ટિલેશન અને વિદ્યાર્થીઓની બેઝિક જરૂરિયાતો પૂરતી રાખવા પર ભાર મુકાયો છે. આ ઉપરાંત, તીવ્ર ગરમીથી બચાવવા માટે સ્કૂલોમાં ઠંડા અને શુદ્ધ પીવાના પાણી માટે વોટર કુલર સહિતની વિશેષ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    BYD ના 'બધું જ જાતે બનાવો' મોડેલની અગ્નિપરીક્ષા:ટેસ્લાને પાછળ છોડનાર BYDનો નફો 4 વર્ષમાં પહેલી વખત ઘટ્યો
    Next Article
    જામનગરમાં સંધી મુસ્લિમ સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન:415 તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment