Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સંધી મુસ્લિમ સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન:415 તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ અપાઈ

    1 week ago

    જામનગરમાં શહેર સંધી મુસ્લિમ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ તા. 7 જૂન, 2026ના રોજ રવિવારે સાંજે 4 કલાકે ટાઉનહોલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. સમાજ દ્વારા શિક્ષણ પ્રત્યે રસ જાળવી રાખવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ધોરણ 1 થી 12, કોલેજ, ડિગ્રી અને માસ્ટર ડિગ્રી જેવા ઉચ્ચ અભ્યાસમાં ઉત્તીર્ણ થયેલા કુલ 415 તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે ડોક્ટર રજાકભાઈ હીંગોરા, એડવોકેટ સકીલભાઈ નોયડા, ASI સલીમભાઈ નોયડા, ભૂમિ પ્રેસ મેનેજર મુબારકભાઈ, ફાયર ચીફ ઓફિસર અનવરભાઈ ગજ્જન, સત્યસાઈ સ્કૂલના શિક્ષક રોજમીનબેન સમા અને પ્રગતિ બેંકના મેનેજર મેરૂનબેન દલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સંધી સમાજના પૂર્વ હોદ્દેદારો સહિત અનેક અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંધી સમાજના પ્રમુખ હાજી રિઝવાનભાઈ એચ. જુણેજાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાજ્યભરના વાલીઓને મોંઘવારીનો વધુ એક માર:સ્કૂલવાનમાં ₹200 અને રિક્ષાના ભાડામાં ₹100નો વધારો, અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં નિર્ણય
    Next Article
    વડોદરાના પૂર્વ વિસ્તારની ડઝનબંધ સોસાયટીઓમાં પાણીનો કકળાટ:કેટલાક વિસ્તારમાં તો સવારે વપરાશ માટેનું પણ પાણી નહીં, અધિકારીઓના મતે સબ સલામત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment