Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹20ની લાંચ માટે 30 વર્ષની કાનૂની લડાઈ:સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના કર્મચારી-પટાવાળાને નિર્દોષ જાહેર કર્યા, આખરે શું હતો 1996ના એ કેસ?

    2 days ago

    સુપ્રીમ કોર્ટે વર્ષ 1996માં નોંધાયેલા 20 રૂપિયાની કથિત લાંચના એક કેસમાં ગુજરાત સરકારના એક કર્મચારી અને તેની સાથે કામ કરતા પટાવાળાની દોષસિદ્ધિને રદ કરી દીધી છે. જસ્ટિસ ઉજ્જલ ભુઈયા અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની પીઠે બંનેને નિર્દોષ જાહેર કરતા સ્પષ્ટ કર્યું કે, લાંચની માગ સાબિત થયા વગર માત્ર 20 રૂપિયાની રકમ મળી જવાના આધારે કોઈ વ્યક્તિને દોષી ઠેરવી શકાય નહીં. શું હતો સમગ્ર મામલો? આ કિસ્સો ફેબ્રુઆરી 1996નો છે. એક વિદ્યાર્થીએ શૈક્ષણિક છૂટછાટોનો લાભ મેળવવા માટે આવકનો દાખલો કઢાવવા માટે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં બેચરી ગ્રામ પંચાયત કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ પક્ષ મુજબ, રેવન્યુ અધિકારીએ પ્રમાણપત્ર આપવા બદલ કુલ 120 રૂપિયાની માંગણી કરી હતી, જેમાં 100 રૂપિયા પોતાના માટે અને 20 રૂપિયા પટાવાળા માટે નક્કી કરાયા હતા. આ વાતથી કંટાળીને વિદ્યાર્થીએ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કર્યો. એસીબીએ છટકું ગોઠવીને વિદ્યાર્થીને 120 રૂપિયાની માર્ક કરેલી નોટો આપીને ઓફિસે મોકલ્યો. પ્રમાણપત્ર મળ્યા બાદ વિદ્યાર્થીએ પટાવાળાને 20 રૂપિયા આપ્યા, અને એસીબીની ટીમે તાત્કાલિક જ પટાવાળા પાસેથી એ માર્ક કરેલી નોટ કબજે કરી લીધી. જોકે, મુખ્ય રેવન્યુ અધિકારી પાસેથી કથિત 100 રૂપિયા મળી આવ્યા નહોતા. માગ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા ફરિયાદી પક્ષ સુપ્રીમ કોર્ટે તપાસ અને એસીબીના નિવેદનોમાં ભારે વિસંગતતાઓ શોધી કાઢી હતી. કોર્ટે નોંધ્યું કે વિદ્યાર્થીએ અન્ય એક મામલામાં કથિત માંગણી અંગે અલગ જ નિવેદન આપ્યું હતું, જ્યાં તેણે શરૂઆતમાં 200 રૂપિયા માંગ્યા હોવાનું અને બાદમાં 120 રૂપિયામાં સમાધાન થયાનું જણાવ્યું હતું. પરંતુ ટ્રાયલ કોર્ટમાં તેની જુબાની વખતે આ વાતનો કોઈ ઉલ્લેખ નહોતો. અદાલતે એ વાતને પણ ગંભીરતાથી લીધી કે એસીબીએ વિદ્યાર્થીને સૂચના આપી હતી કે માંગણી થાય ત્યારે પૂરા 120 રૂપિયા આપવા, છતાં તેણે પટાવાળાને માત્ર 20 રૂપિયા જ કેમ આપ્યા? પટાવાળો તે વખતે રેવન્યુ અધિકારીની બાજુમાં જ ઊભો હતો, છતાં વિદ્યાર્થીએ બાકીની રકમ કેમ ન આપી તેની કોઈ પૂછપરછ કરવામાં આવી ન હતી. એટલું જ નહીં, ઊલટતપાસ દરમિયાન વિદ્યાર્થીએ ખુદ સ્વીકાર્યું હતું કે પટાવાળાએ તેની પાસે કોઈ રકમ માંગી ન હતી. કોર્ટે એ પણ નોંધ્યું કે 20 રૂપિયા ત્યારે આપવામાં આવ્યા હતા જ્યારે આવકનું પ્રમાણપત્ર પહેલેથી જ તૈયાર કરીને વિદ્યાર્થીને સોંપી દેવામાં આવ્યું હતું. આ તમામ પરિસ્થિતિઓએ કેસની સમગ્ર કહાની સામે ગંભીર શંકાઓ ઊભી કરી હતી. માત્ર રકમ મળવાથી દોષી ન ઠેરવી શકાય સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ (ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ)ની કલમ 20 હેઠળના કાનૂની અનુમાન પર ટિપ્પણી કરતા જણાવ્યું કે, જ્યારે પ્રાથમિક માંગણી જ સાબિત નથી થઈ, તો માત્ર પટાવાળા પાસેથી 20 રૂપિયા મળવાના આધારે કેસ મજબૂત થઈ શકતો નથી. અદાલતે પટાવાળોના એ બચાવને પણ તર્કસંગત ગણાવ્યો કે વિદ્યાર્થીએ તે 20 રૂપિયા એટલા માટે આપ્યા હતા કારણ કે બીજા દિવસે ઈદનો તહેવાર હતો. કેસની મંજૂરી પણ ગેરકાયદેસર અદાલતે રેવન્યુ અધિકારી સામે કેસ ચલાવવા માટે આપવામાં આવેલી સરકારી મંજૂરી (Prosecution Sanction)ને પણ અમાન્ય ઠેરવી હતી. આ મંજૂરી એવા અધિકારી દ્વારા આપવામાં આવી હતી જે તેના માટે સક્ષમ જ નહોતા. આ તમામ આધારને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓને રદ કરી દીધા અને બંને આરોપીઓને સન્માનપૂર્વક મુક્ત કરી દીધા. આમ, 1996માં શરૂ થયેલો 20 રૂપિયાની લાંચનો આ કેસ લગભગ ત્રણ દાયકા પછી આરોપીઓના પક્ષમાં સમાપ્ત થયો.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- મંગળવારે નિફ્ટી સતત છઠ્ઠા સત્રમાં ઘટ્યો:શેરબજારમાં ઘટાડાની લહેર, રોકાણકારોમાં વધતી સાવચેતી
    Next Article
    બસના દરવાજા વચ્ચે 7 વર્ષના બાળકની લટકતી લાશ મળી, CCTV:માથું કેવી રીતે ફસાયું? 15 મિનિટના ફૂટેજ ગાયબ, વડોદરામાં રહસ્યમય શોકિંગ ઘટના

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment