Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બસના દરવાજા વચ્ચે 7 વર્ષના બાળકની લટકતી લાશ મળી, CCTV:માથું કેવી રીતે ફસાયું? 15 મિનિટના ફૂટેજ ગાયબ, વડોદરામાં રહસ્યમય શોકિંગ ઘટના

    2 days ago

    વડોદરા શહેરના સૂર્યનગર-તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જવાના રસ્તા પર આવેલા એક રિપેરિંગ કારખાનામાં ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં 7 વર્ષીય બાળકનું ગળું ફસાઈ જતાં મોત નીપજ્યું છે. ઘરેથી પ્રસાદ લેવા જવાનું કહીને નીકળેલ બાળક રહસ્યમય સંજોગોમાં દુર્ઘટનાનો ભોગ બનતાં શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બીજી તરફ ઘટના સમયના જ 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ હોવાનું સામે આવતાં સમગ્ર મામલે અનેક શંકા-કુશંકાઓ ઊભી થઈ છે, જેને પગલે કપુરાઈ પોલીસે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પ્રસાદ લેવા નીકળેલા દિવ્યેશ સાથે સર્જાયો દર્દનાક બનાવ સૂર્યનગર બાયપાસ નજીક આવેલી એસ.આર.એનર્જી કંપનીમાં નોકરી કરતા રાકેશભાઈ રાઠવાએ જણાવ્યું કે, અમે મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના રહેવાસી છીએ. હાલ તરસાલી બાયપાસ પાસે સૂર્યનગરમાં આવેલી એસ.આર. બાયોગેસ કંપનીમાં નોકરી કરું છું. મારો છોકરો આજે સવારે સ્કૂલે ગયો હતો. તે રોજ સવારે 6 વાગ્યે સ્કૂલે જાય અને બપોરે 12.30 વાગ્યે છૂટે છે. તે પ્રસાદ લેવા ઘરની બહાર ગયો હતો ને થોડા સમય બાદ અજાણ્યા લોકોએ આવીને અમને બાળક સાથે અજુગતુ થયાની જાણ કરી. ત્યાં કોઈની કાર હતી તેમાં બેઠા અને પછી 108 એમ્બ્યુલન્સ મારફતે દવાખાને લઈને આવ્યા. બનાવ કેવી રીતે બન્યો તે મને ખબર નથી પણ છોકરો બસના દરવાજા જોડે જ નીચે પડેલો હતો. તે બીજા ધોરણમાં ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પ્રાથમિક શાળા (તરસાલી-2) માં ભણતો હતો. મારી માત્ર એટલી જ માંગણી છે કે સીસીટીવી તપાસવામાં આવે અને મારા બાળકને યોગ્ય ન્યાય મળે. હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ બાળકના પ્રાણપંખેરુ ઊડી ગયા આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં પડેલા બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ જ માસૂમ દિવ્યેશને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતાં જ કપુરાઈ પોલીસનો કાફલો સયાજી હોસ્પિટલ પહોંચ્યો હતો અને બાળકના મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દુર્ઘટના સમયના જ 15 મિનિટના સીસીટીવી ફૂટેજ ગાયબ પોલીસ તપાસ દરમિયાન બાળકના મૃત્યુ પહેલાંના અને પછીના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે પરંતુ, જે સમયે આ દર્દનાક ઘટના બની તે સમયના અત્યંત મહત્વપૂર્ણ એવા 15 મિનિટના ફૂટેજ ગાયબ હોવાનું સામે આવ્યું છે. તે સમયે વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હોવાનું પ્રાથમિક કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે. જોકે, મહત્વના સમયના જ ફૂટેજ ન હોવાથી બાળક કયા સંજોગોમાં બસના દરવાજામાં ફસાયું તે અંગે અનેક તર્ક-વિતર્ક અને શંકાઓ ઊભી થઈ છે. કપુરાઈ પોલીસે ટેકનિકલ પાસાઓ સહિતની દિશાઓમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ₹20ની લાંચ માટે 30 વર્ષની કાનૂની લડાઈ:સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના કર્મચારી-પટાવાળાને નિર્દોષ જાહેર કર્યા, આખરે શું હતો 1996ના એ કેસ?
    Next Article
    મેં મારી પત્નીનો વધ કર્યો, VIDEO:જૂનાગઢમાં લેબ ટેકનિશિયન પતિએ પત્નીની ગળું દબાવી પતાવી દીધી, વોટ્સએપમાં છેલ્લુ સ્ટેટસ મૂકી વેરાવળ-બાંદ્રા ટ્રેન નીચે ઝંપલાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment