Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં ₹2 કરોડના નશીલા પદાર્થો ઝડપાયા:SOG અને સ્થાનિક પોલીસે 51 આરોપીની ધરપકડ કરી

    4 दिन पहले

    બનાસકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર, હેરાફેરી અને સેવન સામે પોલીસે સઘન કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના નેતૃત્વ હેઠળ, SOG અને સ્થાનિક પોલીસ સ્ટેશનોએ 1 જાન્યુઆરી, 2026 થી અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી છે. આ કામગીરી દરમિયાન, પોલીસે કુલ 524 કિલોગ્રામથી વધુ માદક પદાર્થો જપ્ત કર્યા છે. આ જપ્ત કરાયેલા પદાર્થોની અંદાજિત કિંમત ₹1,99,27,678.37 (લગભગ ₹2 કરોડ) થાય છે. જપ્ત કરાયેલા નશીલા પદાર્થોમાં 34 ગ્રામ મેથાએમ્ફેટામાઇન (₹3.40 લાખ), 66.10 કિલોગ્રામ સૂકો ગાંજો (₹32.86 લાખ), 42.894 કિલોગ્રામ ગાંજાના છોડ (₹21.44 લાખ), 216.125 ગ્રામ મોર્ફીન અને હેરોઇન (₹23.47 લાખ), 13.879 કિલોગ્રામ ચરસ (₹36.47 લાખ), 373.679 ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) (₹11.54 લાખ), 2.046 કિલોગ્રામ અફીણ (₹10.23 લાખ), 398.700 કિલોગ્રામ પોષડોડા (₹59.80 લાખ) અને 655 ટેબ્લેટ્સનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી અંતર્ગત, બનાસકાંઠા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 30 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસે 51 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા પોલીસ નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે બાતમીદારોનું નેટવર્ક સક્રિય રાખી શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. SOG અને સ્થાનિક પોલીસની સંકલિત કામગીરીથી આ ગેરકાયદેસર નેટવર્ક સામે અસરકારક કાર્યવાહી થઈ છે. આ ઉપરાંત, NDPS પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈશ્વરભાઈ ઉર્ફે હેન્ડલ કેશાભાઈ સલાટ અને સંજયભાઈ ભેમાજી ઠાકોર જામીન પર મુક્ત થયા પછી પણ શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ જણાતા તેમની સામે The Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988ની કલમ-3(1) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. બંને આરોપીઓને વડોદરા અને સુરતની મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયા છે. બનાસકાંઠા પોલીસ યુવાનો અને સમાજને નશામુક્ત રાખવા માટે નશીલા પદાર્થો સામેની કાર્યવાહી વધુ કડક બનાવશે. પોલીસે નાગરિકોને નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, વેચાણ કે સંગ્રહ અંગેની કોઈપણ માહિતી પોલીસને આપવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    CIDSCON 2026 ચેપી રોગોનાં અગ્રણી નિષ્ણાતોને એક મંચ પર લાવશે:ચાર દિવસીય પરિષદમાં દેશ-વિદેશના ખ્યાતનામ ડૉક્ટરો ભાગ લેશે, AI પર પણ વિશેષ વર્કશોપ યોજાશે
    Next Article
    ભરૂચમાં મહિલાને 'ડાકણ' કહી હેરાનગતિનો આરોપ:181 અભયમ ટીમે પાડોશી સાથે સમાધાન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment