Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘માતાજીની કૃપાથી રોકાયેલા નાણાં બમણા થઈ જશે’:વલસાડના વૃદ્ધ પાસે 'અઘોરી બાબા' બની ઓનલાઈન ₹19.60 લાખ પડાવ્યા, મહીસાગરની પઠાણ ગેંગના 5ની ધરપકડ

    10 hours ago

    લાલચ આપી વૃદ્ધોને નિશાન બનાવતી એક શાતીર ગેંગનો વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. ઇન્ટરનેટના માધ્યમથી 'અઘોરી બાબા' અને 'ગુરુજી' હોવાનો ડોળ કરી ચમત્કારના નામે લાખોની છેતરપિંડી કરનારા મહીસાગર જિલ્લાના 5 શખસોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ‘માતાજીની કૃપાથી રોકાયેલા નાણાં બમણા થઈ જશે’ કહી વલસાડના એક સિનિયર સિટીઝન પાસેથી કુલ 19.60 લાખ રૂપિયા ખંખેર્યા હતા. સમગ્ર મામલો શું હતો? વલસાડના ઉમરગામ તાલુકામાં રહેતા 76 વર્ષીય વૃદ્ધને અજાણ્યા ઠગોએ શિકાર બનાવ્યા હતા. આરોપીઓએ ફોન પર પોતાની ઓળખ 'અઘોરી બાબા' તરીકે આપી વૃદ્ધને વિશ્વાસમાં લીધા હતા. ઠગોએ એવી લાલચ આપી હતી કે, ‘માતાજીની કૃપાથી તમારા રોકાયેલા નાણાં બમણા થઈ જશે.’ આ માયાવી જાળમાં ફસાઈને વૃદ્ધે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 19,60,500 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. અંતે છેતરાયાનો અહેસાસ થતા પીડિત પરિવારે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ઓપરેશન અને ધરપકડ વલસાડ એસ.પી. યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એચ.જી. રબારી અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસને કડી મળી હતી કે આ છેતરપિંડીનું નેટવર્ક મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાંથી ચલાવવામાં આવે છે. પોલીસે વીરપુરમાં વોચ ગોઠવી સ્થાનિક બાતમીદારોની મદદથી લીમડા ભાગોળ વિસ્તારમાંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પોલીસે આ ગઠિયાઓ પાસેથી ગુનામાં વપરાયેલા 5 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. પોલીસની જનતાને અપીલ વલસાડ પોલીસે નાગરિકોને સાવચેત કરતા જણાવ્યું છે કે:તાંત્રિક વિધિથી પૈસા બમણા કરવાનો દાવો સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે. ચમત્કારિક વચનો આપતા અજાણ્યા લોકો પર વિશ્વાસ કરી ઓનલાઇન નાણાંની લેવડદેવડ ન કરવી. કોઈપણ શંકાસ્પદ કોલ આવે તો ગભરાયા વગર તુરંત જ 1930 સાયબર હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:NEETની પરીક્ષામાં વિદ્યાર્થિનીની કંઠી કઢાવાતા પિતાનો ગુસ્સો ફાટ્યો, લિંબાયતમાં હત્યા અને છેડતીના આરોપીઓને પોલીસે જાહેરમાં ફટકાર્યા
    Next Article
    ગાંધીનગરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ:મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 દિવસનું યેલો એલર્ટ જાહેર, પારો 42 ડિગ્રીએ પહોંચવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment