Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ:મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 દિવસનું યેલો એલર્ટ જાહેર, પારો 42 ડિગ્રીએ પહોંચવાની શક્યતા

    9 hours ago

    ગાંધીનગરમાં ઉનાળાનો મિજાજ આકરો બની રહ્યો છે. હવામાં વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હીટ એક્શન પ્લાન-2026 અમલમાં મૂકવામાં આવ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી ચાર દિવસ સુધી શહેરના તાપમાનમાં વધારો થવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા સત્તાવાર રીતે યેલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી 4 દિવસ ગાંધીનગરવાસીઓએ સાચવવું પડશે ગાંધીનગર મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ 3 મેથી 6 મે દરમિયાન ગાંધીનગર શહેરના તાપમાનનો પારો 41થી 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. ખાસ કરીને 6 મેના રોજ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આજે બપોરે પણ તાપમાનનો પારો 41 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે કાલે 4 મે અને 5 મેના રોજ પણ પારો 41 ડિગ્રી રહેવાનું અનુમાન છે. આ દિવસો માટે તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા માટે સૂચના આપી છે. હીટ સ્ટ્રોક અને લૂ લાગવાની સંભાવનાઓ વધશે અતિશય ગરમીને કારણે હીટ સ્ટ્રોક કે લૂ લાગવાની શક્યતાઓ વધી જાય છે. જેના પગલે આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિને માથું દુખવું, પગની પિંડીમાં કળતર થવું, શરીરનું તાપમાન વધી જવું કે ખૂબ તરસ લાગવી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી જોઈએ. આ ઉપરાંત પેશાબ ઓછો થવો, ચામડી લાલ અને સૂકી થઈ જવી, ઉલટી-ઝાડા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા કે મૂંઝવણ થવી જેવા ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા અથવા નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા તાકીદ કરવામાં આવી છે. ગરમીમાં વધુમાં વધુ પાણી પીવા માટેની સલાહ લોકોને અપાઈ જ્યારે કાળઝાળ અસહ્ય ગરમીથી બચવા માટે કોર્પોરેશન દ્વારા નાગરિકોને કેટલીક અગત્યની સાવચેતી રાખવા સૂચવવામાં આવ્યું છે. હીટ વેવ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવા અને શરીરને ઠંડક મળે તેવા સફેદ સુતરાઉ કપડાં પહેરવા જણાવાયું છે. નાગરિકોને લીંબુ શરબત, મોળી છાશ, નાળિયેર પાણી અને ઓ.આર.એસ.નું સેવન કરવા પણ સલાહ અપાઈ છે.આ ઉપરાંત ગરમીના સમયમાં બહારનું ખાવાનું ટાળવા, ઉપવાસ ન કરવા અને ભારે શારીરિક શ્રમ જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ‘માતાજીની કૃપાથી રોકાયેલા નાણાં બમણા થઈ જશે’:વલસાડના વૃદ્ધ પાસે 'અઘોરી બાબા' બની ઓનલાઈન ₹19.60 લાખ પડાવ્યા, મહીસાગરની પઠાણ ગેંગના 5ની ધરપકડ
    Next Article
    बिजनौर में 53 लाख के ट्रैक्टर बरामद, फर्जी तरीके से बेचे जाते थे गांव वालों को ट्रैक्टर

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment