Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અઘોરી બાબા બની વૃદ્ધ સાથે ₹19.60 લાખની ઠગાઈ:વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે મહીસાગરના વીરપુરમાંથી ત્રણ વોન્ટેડ આરોપીઓને પકડ્યા

    1 day ago

    વલસાડમાં 76 વર્ષના વૃદ્ધને પૈસા ડબલ કરવાની લાલચ આપી ₹19.60 લાખથી વધુની ઠગાઈ કરવાના કેસમાં પોલીસે ત્રણ વોન્ટેડ આરોપીઓને પકડ્યા છે. વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે તેમને મહીસાગર જિલ્લાના વીરપુરમાંથી ઝડપી લીધા. ફરિયાદ મુજબ, 26 એપ્રિલ, 2025ના રોજ અજાણ્યા શખ્સોએ વૃદ્ધનો ઇન્ટરનેટ દ્વારા સંપર્ક કર્યો હતો. તેમણે અઘોરી બાબા અને ગુરુજી તરીકે ઓળખ આપી હતી. માતાજીની કૃપાથી રોકાયેલા નાણાં ડબલ થઈ જશે તેવી લાલચ આપીને વૃદ્ધને વિશ્વાસમાં લીધા હતા. આરોપીઓએ અલગ-અલગ બેંક ખાતાંની વિગતો મોકલીને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવ્યાં હતાં. આ રીતે વૃદ્ધ પાસેથી કુલ ₹19,60,500થી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અગાઉ પાંચ આરોપીઓને પકડ્યા હતા, જ્યારે છ આરોપીઓ વોન્ટેડ હતા. વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. રબારીની ટીમને મળેલી બાતમીના આધારે તપાસ કરી 25 ઓક્ટોબરે વીરપુરમાંથી ત્રણ આરોપીઓને પકડ્યા હતા. પકડાયેલા આરોપીઓ મહેબુબ અબ્દુલરહીમભાઈ શેખ (ઉં.વ. 23), સરફરાજ નાશીરખાન પઠાણ (ઉં.વ. 36) અને સાહિલમિયાં સિરાજમિયાં શેખ (ઉં.વ. 23) છે. ત્રણેય મહીસાગર જિલ્લાના વીરપુરના રહેવાસી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. ઠગાઈમાં સંડોવાયેલા અન્ય લોકો અને નેટવર્ક અંગે પણ તપાસ ચાલી રહી છે. તાંત્રિક વિધિ, ચમત્કાર કે માતાજીની કૃપાથી પૈસા ડબલ કરવાના દાવા પર વિશ્વાસ કરીને નાણાં ટ્રાન્સફર ન કરવા. સાયબર ઠગાઈનો ભોગ બન્યા હો તો 1930 સાયબર હેલ્પલાઈન પર જાણ કરવી.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં ધારાસભ્યે નાગરિકોની રજૂઆતો સાંભળી:હેમંતભાઈ ખવાના લોકદરબારમાં સ્થાનિક પ્રશ્નો અને વિકાસનાં કામો અંગે ચર્ચા
    Next Article
    સેલવાસાની હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું સારવાર દરમિયાન મોત:પરિવારજનોએ મૃતદેહ અને ગર્ભસ્થ શિશુની ફરી તપાસની માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment