Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેલવાસાની હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું સારવાર દરમિયાન મોત:પરિવારજનોએ મૃતદેહ અને ગર્ભસ્થ શિશુની ફરી તપાસની માગ કરી

    1 day ago

    સેલવાસાની NAMO હોસ્પિટલમાં આઠ મહિનાની ગર્ભવતી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું. પરિવારજનોએ મૃતદેહ અને ગર્ભસ્થ શિશુની ફરી તપાસની માગ કરી. આ દરમિયાન હોસ્પિટલના શબગૃહમાં હોબાળો થયો હતો. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસામાં આ ઘટના બની હતી. 26 વર્ષીય કાજલ સોનુકુમાર સિંહને 29 ઓક્ટોબર 2026ના રોજ સવારે 6:48 વાગ્યે શ્વાસ લેવામાં તકલીફ થતાં NAMO હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેઓ આઠ મહિનાની ગર્ભવતી હતાં. કાજલ સિલવાસાના ભાસ્તા ફળિયા, સુરેશ ચાલ, રૂમ નંબર 01, સુરભિ હોટલ પાસે રહેતાં હતાં. હોસ્પિટલમાં તેમને તાત્કાલિક સારવાર આપીને ICUમાં દાખલ કરાયા હતા. તબીબી ટીમના પ્રયાસો છતાં સવારે 8:08 વાગ્યે તેમનું મોત થયું હતું. પરિવારજનોને જાણ કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ હોસ્પિટલના શબગૃહમાં રાખવામાં આવ્યો હતો. બપોરે આશરે 1:22 વાગ્યે કેટલાક પરિવારજનો શબગૃહમાં પહોંચ્યા અને મૃતદેહ તથા ગર્ભસ્થ શિશુની ફરી તપાસની માગ કરી. NAMO હોસ્પિટલના તબીબોએ પરિવારજનોને સમજાવવાનો અને પરિસ્થિતિની જાણકારી આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પરિવારજનો પરવાનગી વિના મૃતદેહને શબગૃહમાંથી બહાર લઈ ગયા અને બીજી હોસ્પિટલમાં લઈ ગયા. બપોરે આશરે 1:45 વાગ્યે મૃતદેહને ફરી NAMO હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યો હતો. તબીબી ટીમે પરિવારજનોને મહિલા અને ગર્ભસ્થ શિશુના મોત અંગે ફરી જાણકારી આપી હતી. હોસ્પિટલના જણાવ્યા મુજબ, પરિવારજનોને આ મામલે જરૂરી સહયોગ અને મદદ આપવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અઘોરી બાબા બની વૃદ્ધ સાથે ₹19.60 લાખની ઠગાઈ:વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે મહીસાગરના વીરપુરમાંથી ત્રણ વોન્ટેડ આરોપીઓને પકડ્યા
    Next Article
    JSW Energy, KPIT Tech Among Five Stocks In ICICI Securities' Q2 Review; Check Target Price

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment