Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેનમાંથી ₹1.96 લાખનો ગાંજો ઝડપાયો:રેલવે સ્ટેશને પુરી-અમદાવાદ એક્સપ્રેસના દિવ્યાંગ કોચમાંથી 4 બેગમાં જથ્થો મળ્યો, તસ્કર પકડાઈ જવાના ડરે ફરાર

    15 hours ago

    સુરત સહિત સમગ્ર રાજ્યમાં નશાકારક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ વચ્ચે સુરત રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. ટ્રેન મારફતે થતી માદક પદાર્થોની તસ્કરી પર લગામ કસવા માટે હાથ ધરાયેલા MISSION SAFE STATION અભિયાન હેઠળ પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રૂ. 1.96 લાખની કિંમતનો કુલ 3.920 કિલોગ્રામ બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની કડક ચેકિંગ જોઈને તસ્કર પકડાઈ જવાના ડરે માલ છોડીને નાસી છૂટ્યો હતો. રાત્રે 1:43 વાગ્યે મઢી સ્ટેશન નજીક ટ્રેનમાં ચેકિંગ મળતી માહિતી મુજબ, SOG વડોદરા (કેમ્પ સુરત)ના PSI એચ.પી. રવિયા, ASI દિનેશજી, ઉધના રેલવે આઉટપોસ્ટ અને RPF ક્રાઈમ સુરતના જવાનો સાથે ટ્રેન નંબર 12843 પુરી-અમદાવાદ એક્સપ્રેસમાં સઘન ચેકિંગ કરી રહ્યા હતા. ટ્રેન રાત્રે આશરે 1:43 વાગ્યે મઢી રેલવે સ્ટેશન પસાર કરીને સુરત તરફ આવી રહી હતી ત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દિવ્યાંગ કોચમાંથી 4 શંકાસ્પદ થેલા મળ્યા તપાસ દરમિયાન ટ્રેનના આગળના ભાગેદિવ્યાંગ કોચના ઉપરના પાર્ટિશનમાં શંકાસ્પદ હાલતમાં મુકાયેલા 4 મોટા ગ્રે કલરના થેલા મળી આવ્યા હતા. પોલીસે આ થેલાઓની તપાસ કરતા તેમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. પકડાઈ જવાના ડરથી અજાણ્યો તસ્કર આ માલ ત્યાં જ છોડીને ટ્રેનમાંથી ક્યાંક નાસી છૂટ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. સુરત સ્ટેશને કુલીની મદદથી જથ્થો ઉતાર્યો ટ્રેન સુરત રેલવે સ્ટેશને પહોંચતા જ SOGની ટીમે સ્થળ પર હાજર કુલી અને સ્થાનિક પોલીસની મદદથી ચારેય થેલા નીચે ઉતાર્યા હતા. જથ્થા અંગે ટ્રેનમાં મુસાફરોની પૂછપરછ કરવા છતાં કોઈ દાવેદાર સામે આવ્યો ન હતો. આ અંગે ASI દિનેશજી સોલંકીની ફરિયાદના આધારે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં પૂર બાદ સુરત પર રોગચાળાનું મોટું સંકટ:આઝાદનગર- લીંબાયતમાં ગંદકી-દુર્ગંધથી સ્થાનિક રહીશો ત્રાહિમામ
    Next Article
    Parliament Monsoon Session 2026 Live Updates: Anti-Paper Leak Bill With Stricter Punishment Introduced In Lok Sabha

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment