Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પૂર બાદ સુરત પર રોગચાળાનું મોટું સંકટ:આઝાદનગર- લીંબાયતમાં ગંદકી-દુર્ગંધથી સ્થાનિક રહીશો ત્રાહિમામ

    14 hours ago

    સુરત શહેરમાં ભારે વરસાદ અને ખાડીપૂરના પાણી ઓસર્યા બાદ હવે નીચાણવાળા વિસ્તારોમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ઉતરાણ, લીંબાયત, આઝાદ નગર અને મીઠી ખાડી આસપાસના વિસ્તારોમાં ચાર-ચાર દિવસ સુધી પાણી ભરાઈ રહેતાં કાદવ-કીચડ, અસહ્ય દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. આ દૂષિત પાણીના કારણે ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ઉતરાણ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં દુર્ગંધનો ઉપદ્રવ ઉતરાણની આશાદીપ સ્કૂલ નં. 4 સામે, રામવાડી, શામળા ફાર્મ અને શાલિગ્રામ સ્ટેટ્સ બાજુના વિસ્તારોમાં ચોથા દિવસે પણ ગંદા પાણી જમા થયેલા છે. લાંબા સમયથી ભરાયેલા પાણીથી દુર્ગંધ ફેલાતાં લોકોનું ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે. ચણિયા, અહેમદ ગામ, લીંબાયત અને આઝાદ નગરમાં ત્રણથી ચાર દિવસ બાદ માંડ પાણી ઓસરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ગંદકીના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે. મનપા દ્વારા સફાઈ અને ઔષધ છંટકાવની કામગીરી શરૂ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ તંત્ર દ્વારા પંપિંગ મશીન વડે પાણી બહાર કાઢવાની સાથે મચ્છર નિયંત્રણ માટે ફોગિંગ અને એન્ટી-લાર્વા કામગીરી હાથ ધરવામાં આવી છે. રસ્તાઓ પર જમા થયેલો કાદવ-કીચડ દૂર કરી સઘન સફાઈ ઝુંબેશ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે સરપ્રાઈઝ વિઝિટ કરી સમીક્ષા કરી પૂર બાદની સ્થિતિનો તાગ મેળવવા મ્યુનિસિપલ કમિશનરે અખંડ આનંદ કોલેજ સામે, મીના નગર રોડ અને તાપી તૃપ્તિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પર ચાલી રહેલી સફાઈ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરીને કચરો અને ગંદકી ત્વરિત સાફ કરવા અધિકારીઓને જરૂરી આદેશો આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી:31 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે લો પ્રેશર સક્રિય
    Next Article
    ટ્રેનમાંથી ₹1.96 લાખનો ગાંજો ઝડપાયો:રેલવે સ્ટેશને પુરી-અમદાવાદ એક્સપ્રેસના દિવ્યાંગ કોચમાંથી 4 બેગમાં જથ્થો મળ્યો, તસ્કર પકડાઈ જવાના ડરે ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment