Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના ફિલ્મ પ્રોડ્યુસર સાથે ₹19.37 લાખની છેતરપિંડી:‘મંજરી’ ફિલ્મમાં રોકાણ કરાવ્યા બાદ નામ બદલીને રિલીઝ કરી, વધુ 20 લાખ માંગતા ન આપ્યા; અમદાવાદના ડાયરેક્ટર સામે ફરિયાદ

    1 day ago

    ગુજરાતી ફિલ્મ નિર્માણમાં રોકાણ કરાવી, ઊંચા વળતર અને સરકારી સબસિડીની લાલચ આપી ભાવનગરના એક ફિલ્મ પ્રોડ્યુસર સાથે ₹ 19 લાખથી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા ભાવનગરના ભોગ બનનાર પ્રોડ્યુસરે અમદાવાદના ફિલ્મ ડાયરેક્ટર વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ફરિયાદીની મુલાકાત અમદાવાદના ડાયરેક્ટર અખિલ સાથે થઈ શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અને ‘શ્રી સિદ્ધિ ફિલ્મ એન્ટરટેઈનમેન્ટ’ના નામે પ્રોડક્શન હાઉસ ચલાવતા 45 વર્ષીય ભાવેશ જયંતિલાલ તન્ના 2 મે, 2024ના રોજ અમદાવાદના નિકોલમાં યોજાયેલા એક ગુજરાતી ફિલ્મ એવોર્ડ ફંક્શનમાં ગયા હતા. ત્યાં તેમની મુલાકાત અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા ફિલ્મ ડાયરેક્ટર અખિલભાઈ દિલીપભાઈ કોટક સાથે થઈ હતી. ફિલ્મ ‘મંજરી’ બનાવી રોકાણ સામે પૈસા અપાવવાની ખાતરી આપી અખિલ કોટકે ભાવેશભાઈને પોતાની અગાઉની ફિલ્મો ‘પેન્સિલ’ના પ્રીમિયર અને ‘છૂટાછેડા’ ફિલ્મના શૂટિંગમાં બોલાવી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ તેમણે બાળવિવાહ પર આધારિત નવી ફિલ્મ ‘મંજરી’ બનાવવાની વાત કરી હતી. ડાયરેક્ટરે આ ફિલ્મમાં ₹27 લાખનું રોકાણ કરવા સામે સરકારમાંથી ₹75 લાખની સબસિડી અપાવવાની તેમજ સેટેલાઈટ અને અન્ય રાઈટ્સના વેચાણમાંથી ₹50 લાખ અપાવવાની ખાતરી આપી હતી. ડાયરેક્ટરના કહેવા પ્રમાણે 19.37 લાખ રૂપિયા ચૂકવ્યા ડાયરેક્ટરની વાતોમાં આવી ભાવેશભાઈએ પ્રોડ્યુસર તરીકે રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે 2 જૂનથી 28 જુલાઈ, 2024 દરમિયાન ગુગલ પે, RTGS, રોકડ અને આંગડિયા મારફતે અખિલ કોટક તથા કોમલબેન દેસાઈના બેંક ખાતામાં મળી કુલ ₹19,37,500 ચૂકવ્યા હતા. આ ફિલ્મમાં ભાવેશભાઈના પુત્ર ઓમને પણ રોલ આપવામાં આવ્યો હતો અને તેનું શૂટિંગ પણ પૂર્ણ થયું હતું. વધુ 20 લાખની માંગ કરી અને ફિલ્મનું નામ બદલી રિલીઝ કરી ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ એડિટિંગ અને પોસ્ટ-પ્રોડક્શનની કામગીરી બાકી હતી, ત્યારે ફિલ્મ સારી બની હોવાનું કહી અખિલ કોટકે નક્કી થયેલી રકમ ઉપરાંત વધુ ₹20 લાખની માંગણી કરી હતી. ભાવેશભાઈએ વધુ નાણાં આપવાનો ઈનકાર કરતાં, ડાયરેક્ટરે તેમની જાણ કે પરવાનગી (NOC) વગર જ ‘મંજરી’ ફિલ્મનું નામ બદલીને ‘કખગઘ’ કરી દીધું હતું અને 27 ફેબ્રુઆરી, 2026ના રોજ એકતરફી રીતે ફિલ્મ રિલીઝ પણ કરી દીધી હતી. પૈસા પરત ન આપતા ભાવેશભાઈએ ફરિયાદ નોંધાવી આ અંગે ભાવેશભાઈએ ‘વેસ્ટર્ન ઈન્ડિયા ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યુસર્સ એસોસિએશન’ (WIFPA)માં અરજી કરી હતી. એસોસિએશનની કમિટીએ તપાસ બાદ સ્વીકાર્યું હતું કે, ભાવેશ તન્નાએ ‘મંજરી’ ફિલ્મ માટે નાણાં ચૂકવ્યા હોવા છતાં અખિલ કોટકે NOC વિના નામ બદલી ફિલ્મ રિલીઝ કરી છે. સંસ્થાએ ડાયરેક્ટરને ₹19,37,500 પરત ચૂકવવા આદેશ કર્યો હતો અને જો નાણાં ન ચૂકવે તો કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદીને જણાવ્યું હતું. વારંવાર ઉઘરાણી કરવા છતાં અખિલ કોટકે માત્ર વાયદાઓ કરી ₹19.37 લાખ પરત ન કરતા ભાવેશભાઈએ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    વંથલી-માણાવદર હાઈવે પર ત્રિપલ અકસ્માત,:ડમ્પર, રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કરથી દંપતીનું મોત, ઉત્તર ક્રિયાથી પરત ફરતા'તા; 3ને ગંભીર ઈજા
    Next Article
    Why Indians Are Buying Gifts Beyond Weddings, Birthdays And Festivals

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment