Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદી ₹1,891 વધીને ₹2.36 લાખ પ્રતિ કિલો પર પહોંચી:સોનું ₹355 મોંઘું થઈને 1.53 લાખનું 10 ગ્રામ થયું, હજુ વધી શકે છે ભાવ

    9 hours ago

    સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 9 સપ્ટેમ્બરે વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 355 રૂપિયા વધીને 1.53 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે એક કિલો ચાંદીની કિંમત આજે 1,891 રૂપિયા વધીને 2.36 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ વર્ષે સોનું ₹20 હજાર મોંઘું થયું આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું 2026માં અત્યાર સુધીમાં 20 હજાર રૂપિયા મોંઘું થઈ ગયું છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું 1.33 લાખ રૂપિયા પર હતું, જે હવે 1.53 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદી 31 ડિસેમ્બર 2025ના રોજ 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 2.36 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન, 29 જાન્યુઆરીએ સોનાએ 1.76 લાખ રૂપિયા અને ચાંદીએ 3.86 લાખ રૂપિયાની ઓલટાઇમ હાઈ બનાવી હતી. ડિસેમ્બર સુધીમાં સોનું 1.70 લાખ અને ચાંદી 3 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે કોટક સિક્યોરિટીઝના સિનિયર વીપી અને કોમોડિટી રિસર્ચ હેડ અનિંદ્ય બેનર્જી કહે છે કે સોનાને સામાન્ય રોકાણકારોની સાથે વિશ્વભરની કેન્દ્રીય બેંકો જેવી કે આરબીઆઈનો પણ ટેકો છે, જે સતત સોનું ખરીદી રહી છે. આગળ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સોનામાં તેજી જળવાઈ રહેશે. જો પરિસ્થિતિ સુધરશે તો ચાંદીમાં પણ ઉછાળો જોવા મળી શકે છે. હાલ જે ભવિષ્યની પરિસ્થિતિઓ દેખાઈ રહી છે, તે મુજબ ડિસેમ્બર સુધીમાં સોનાની કિંમત 1.70 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. ચાંદીની કિંમત પણ 3 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 3 બાબતોનું ધ્યાન રાખો
    Click here to Read More
    Previous Article
    તમારું બધું જ કામ કરી દેશે METAનું નવું AI ‘મ્યુઝ’:ઈમેલ મોકલવાથી લઈને ટિકિટ બુકિંગ સુધી બધું જ ઓટોમેટિક, સેકન્ડોમાં શોપિંગ પણ કરી આપશે
    Next Article
    ચામાં કેફી પીણું પીવડાવી કોન્ટ્રાક્ટરને લૂંટી લીધો:કાલુપુર રેલવે સ્ટેશન બહાર બે શખ્સોએ સોનાની ચેઈન-મોબાઈલ સહિત ઓનલાઈન 77 હજાર પડાવી લીધા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment