Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરાટ-અનુષ્કાએ મુંબઈમાં ખરીદ્યું વધુ એક આલીશાન ઘર:₹18.29 કરોડમાં પોશ એરિયામાં કપલે એપાર્ટમેન્ટ લીધો; અલીબાગમાં વિલા, ગુરુગ્રામમાં ₹80 કરોડના બંગલાનો પણ માલિક છે કોહલી

    7 hours ago

    વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મુંબઈના પોશ વિસ્તાર વર્સોવામાં ₹18.29 કરોડમાં 2,644 ચોરસ ફૂટનો એક અદ્ભુત એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન પ્લેટફોર્મ Zapkey.com દ્વારા પ્રાપ્ત દસ્તાવેજો અનુસાર, આ એપાર્ટમેન્ટ વર્સોવા સ્થિત 'ગોદરેજ સ્કાયશોર' બિલ્ડિંગના ઉપલા માળ પર આવેલો છે. રિપોર્ટ્સ મુજબ, આ એપાર્ટમેન્ટ સાથે 316 ચોરસ ફૂટનો એક્સક્લુઝિવ એરિયા અને ત્રણ કાર પાર્કિંગ સ્પેસ મળ્યા છે. આ મિલકતનું રજિસ્ટ્રેશન 21 જુલાઈ 2026ના રોજ થયું, જેના માટે ₹1.09 કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને ₹30,000ની રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી હતી. કુલ કિંમત અને કાર્પેટ એરિયાના હિસાબે આ ડીલ લગભગ ₹69,159 પ્રતિ ચોરસ ફૂટ જેટલી થાય છે, જે મુંબઈના પશ્ચિમ ઉપનગરોમાં પ્રીમિયમ લક્ઝરી ઘરોની ભારે માગ દર્શાવે છે. શા માટે ખાસ છે વર્સોવાનું રિયલ એસ્ટેટ માર્કેટ? વર્સોવા ઝડપથી મુંબઈના સૌથી પસંદગીના લક્ઝરી રેસિડેન્શિયલ સ્પોટ્સમાંથી એક બનીને ઊભરી આવ્યું છે. મનોરંજન ઉદ્યોગથી નિકટતા અને પ્રસ્તાવિત મુંબઈ કોસ્ટલ રોડ નોર્થ પ્રોજેક્ટના કારણે આ વિસ્તાર સેલિબ્રિટીઝ, બિઝનેસ લીડર્સ અને હાઈ-નેટ-વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ (HNIs)ની પહેલી પસંદ બની રહ્યો છે. રિયલ એસ્ટેટ નિષ્ણાતોનું માનવું છે કે કોસ્ટલ રોડ અને બહેતર કનેક્ટિવિટીનો સૌથી મોટો ફાયદો પશ્ચિમ ઉપનગરો જેમ કે બાંદ્રા, ખાર, સાંતાક્રુઝ, જુહૂ, અંધેરી, વર્સોવા, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસર, મીરા રોડ અને ભાઈંદરને મળશે. દક્ષિણ મુંબઈ અને પ્રમુખ બિઝનેસ હબ સાથેના સુધારેલા સંપર્કના કારણે હોમબાયર્સ અને ડેવલપર્સ બંને વચ્ચે આ વિસ્તારોનું આકર્ષણ ઝડપથી વધી રહ્યું છે. અલીબાગમાં પણ છે પ્રોપર્ટી જાન્યુઆરી 2026માં વિરાટ અને અનુષ્કાએ અલીબાગમાં આવાસ બીચ નજીક આવેલા જીરાડ ગામમાં 5 એકરથી વધુ જમીન આશરે ₹37.86 કરોડમાં ખરીદી હતી. પ્રોપર્ટી રેકોર્ડ્સ અનુસાર, આ ડીલ એકબીજાને અડીને આવેલા બે લેન્ડ પાર્સલની હતી, જેનો કુલ એરિયા આશરે 21,010 ચોરસ મીટર છે. આ ખરીદીનું રજિસ્ટ્રેશન 13 જાન્યુઆરી 2026ના રોજ પૂર્ણ થયું હતું. અલીબાગમાં વિલા બનાવી ચૂક્યા છે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ કપલ પહેલા પણ અલીબાગમાં પ્રોપર્ટી ખરીદી ચૂક્યું છે. વર્ષ 2022માં બંનેએ આશરે 8 એકર જમીન ₹19 કરોડમાં ખરીદી હતી. આ જ પ્લોટ પર તેમણે એક લક્ઝરી વિલા બનાવ્યો છે, જેમાં ટેમ્પરેચર-કંટ્રોલ્ડ સ્વિમિંગ પૂલ, કસ્ટમ-ડિઝાઇન કિચન, ચાર મોર્ડન બાથરૂમ, જેકુઝી, મોટો બગીચો, કવર્ડ પાર્કિંગ અને સ્ટાફ માટે અલગ ક્વાર્ટર જેવી પ્રીમિયમ સુવિધાઓ હાજર છે. વિરાટ કોહલીનું રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો છે લક્ઝરી દિલ્હીમાં ઉછરેલા વિરાટ કોહલી પાસે ગુરુગ્રામના પોશ DLF ફેઝ 1માં પણ આશરે 10,000 ચોરસ ફૂટનો બંગલો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ભવ્ય ઘરની અંદાજિત કિંમત આશરે ₹80 કરોડ છે. આ પ્રોપર્ટીમાં પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ, હાઇ-ટેક જીમ અને ઘણી પ્રીમિયમ સુવિધાઓ ઉપલબ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    'किसके Order पर चलाई?' Bihar Sarkar पर भड़के Tejashwi Yadav |Bihar Students Protest | Siwan Protest
    Next Article
    વરસાદી પાણીમાં ગાડીની નંબર પ્લેટ તણાઈ ગઈ છે?:પોલીસ સ્ટેશન જવાનું કે RTO, શું ઓનલાઈન અપ્લાય થઈ શકે? જાણો સરળ શબ્દોમાં સંપૂર્ણ પ્રક્રિયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment