Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાશ્મીરીઓએ ઈરાનની મદદ માટે ₹18 કરોડનું ભંડોળ એકત્ર કર્યું:બડગામ જિલ્લો સૌથી આગળ, સુરક્ષા એજન્સીઓને આતંકી ફંડિંગમાં ઉપયોગ થવાની આશંકા

    1 day ago

    કાશ્મીર ઘાટીમાં ઈરાનના સમર્થનમાં કરોડો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાના મામલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. તેમને આશંકા છે કે આ પૈસાનો ઉપયોગ આતંકી ફંડિંગમાં થઈ શકે છે. સૂત્રો અનુસાર, અત્યાર સુધીમાં 17.91 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે, જેમાંથી 85% રકમ શિયા સમુદાયે દાન કરી છે. કાશ્મીરનો બડગામ શિયા બહુમતી ધરાવતો વિસ્તાર છે. અહીંથી લગભગ 9.5 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. આ ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશ ઝકાત અને સદકા દ્વારા ચલાવવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય વર્તમાન સંઘર્ષથી પ્રભાવિત ઈરાની નાગરિકોને મદદ કરવાનો જણાવવામાં આવ્યો છે. ઈરાની દૂતાવાસે બેંક એકાઉન્ટ અને QR કોડ શેર કર્યો સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં ઈરાની દૂતાવાસે સીધા પૈસા ટ્રાન્સફર કરવા માટે એક વિશેષ બેંક ખાતું પણ ખોલ્યું છે, જેમાં UPI દ્વારા ચુકવણીની સુવિધા આપવામાં આવી છે. અધિકારીઓનું માનવું છે કે દાનની રકમ હજુ વધી શકે છે. પ્રશાસને લોકોને સલાહ આપી છે કે તેઓ સીધા દૂતાવાસના સત્તાવાર માધ્યમો દ્વારા જ પૈસા મોકલે, જેથી જવાબદારી સુનિશ્ચિત થઈ શકે. ગુપ્તચર સૂત્રોએ એમ પણ જણાવ્યું કે અગાઉ પણ ચેરિટીના નામે એકત્ર કરાયેલા ભંડોળના દુરુપયોગના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ગુપ્તચર એજન્સીઓએ ફંડની દેખરેખ વધારી ગુપ્તચર એજન્સીઓ ભંડોળ પર નજર રાખી રહી છે. તેમનું કહેવું છે કે દાનનો અમુક હિસ્સો ખોટા હાથમાં જઈ શકે છે અથવા તેનો દુરુપયોગ થઈ શકે છે. અધિકારીઓએ સ્વીકાર્યું કે લોકોની ભાવના સાચી હોઈ શકે છે, પરંતુ વચ્ચે કામ કરતા વચેટિયાઓ અને ચકાસણી વગરના સંગઠનો પારદર્શિતાને અસર કરી શકે છે. તપાસમાં એ પણ સંકેતો મળ્યા છે કે કેટલાક શિયા ધાર્મિક નેતાઓ અને સંગઠનો વિવિધ પ્રવૃત્તિઓ માટે ઈરાનથી આર્થિક સહાય મેળવે છે. અધિકારીઓનું કહેવું છે કે પર્યાપ્ત દેખરેખ ન હોવા પર આવા ભંડોળનો ઉપયોગ રાજકીય અથવા અન્ય પ્રવૃત્તિઓને પ્રભાવિત કરવા માટે કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 26 March | IRGC navy commander, responsible for closure of Hormuz, killed in Israeli strike
    Next Article
    ચૈત્રી આઠમે ગુજરાતના શક્તિપીઠોમાં આસ્થાનું ઘોડાપૂર:અંબાજી-પાવાગઢ-ચોટીલામાં ભક્તોની ભીડ ઉમટી; ‘જય અંબે-જય મહાકાળી’ના નાદથી ગુંજી ઉઠ્યાં મંદિરો, પરિસરમાં ફૂલોનો શણગાર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment