Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈત્રી આઠમે ગુજરાતના શક્તિપીઠોમાં આસ્થાનું ઘોડાપૂર:અંબાજી-પાવાગઢ-ચોટીલામાં ભક્તોની ભીડ ઉમટી; ‘જય અંબે-જય મહાકાળી’ના નાદથી ગુંજી ઉઠ્યાં મંદિરો, પરિસરમાં ફૂલોનો શણગાર

    1 day ago

    આજે ચૈત્રી નવરાત્રિની પાવન આઠમ એટલે કે, દુર્ગાષ્ટમીના અવસરે ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠોમાં શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો હતો. અંબાજી, પાવાગઢ, ચોટીલા અને ખેડબ્રહ્મા જેવા ધામોમાં વહેલી સવારથી જ લાખો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વર્ષ 2026ની આ ચૈત્રી નવરાત્રિ આધ્યાત્મિક સિદ્ધિ અને ઉપાસના માટે વિશેષ મહત્વની રહી છે. 1. શક્તિપીઠ અંબાજી: ફૂલોની સજાવટ અને બે મંગળા આરતીનું આકર્ષણ યાત્રાધામ અંબાજીમાં આજે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. 2. પાવાગઢ: મહાકાળી ધામે વિદેશી ભક્તોનું પણ આકર્ષણ 51 શક્તિપીઠોમાંના એક એવા પાવાગઢમાં આજે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. આઠમના પવિત્ર દિવસે અનેક શ્રદ્ધાળુઓએ પગપાળા ડુંગર ચઢી માતાજીના આશીર્વાદ લીધા હતા. આશ્ચર્યજનક રીતે, સ્થાનિક ભક્તોની સાથે વિદેશી પ્રવાસીઓ પણ માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન મંદિર પરિસરમાં વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું છે, જે સાંજે મહાઆરતી સાથે પૂર્ણ થશે. 3. ચોટીલા: ચામુંડા માતાજીના ડુંગરે ભક્તોનું મહેરામણ સુરેન્દ્રનગરના ચોટીલા ડુંગર પર બિરાજમાન માં ચામુંડાના દર્શને માનવ મહેરામણ ઉમટ્યું હતું. અમદાવાદ-રાજકોટ હાઈવે પદયાત્રીઓ અને માતાજીના રથોથી ઉભરાઈ ગયો હતો. ઠેર-ઠેર સેવાભાવી મંડળો દ્વારા ભક્તો માટે ચા-નાસ્તો અને ભોજનના કેમ્પ લગાવવામાં આવ્યા છે. ચંડ-મુંડ રાક્ષસોનો નાશ કરનાર મા ચામુંડાના જોડિયા સ્વરૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. 4. ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં ભક્તિમય માહોલ સાબરકાંઠાના ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજીના મંદિરે વહેલી સવારે 5:15 કલાકે દ્વાર ખુલતા જ ભક્તોએ 108 પ્રદક્ષિણા કરી હતી. ભરૂચના અંબાજી મંદિરથી લઈને ચોટીલાના ડુંગર સુધી, સમગ્ર ગુજરાત આજે શક્તિની આરાધનામાં ડૂબેલું જોવા મળ્યું હતું. ચૈત્રી નવરાત્રિના આ દિવસો ભક્તો માટે આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક ઊર્જા મેળવવાનો શ્રેષ્ઠ અવસર સાબિત થયા છે.
    Click here to Read More
    Previous Article
    કાશ્મીરીઓએ ઈરાનની મદદ માટે ₹18 કરોડનું ભંડોળ એકત્ર કર્યું:બડગામ જિલ્લો સૌથી આગળ, સુરક્ષા એજન્સીઓને આતંકી ફંડિંગમાં ઉપયોગ થવાની આશંકા
    Next Article
    PM સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે:ગાંધીનગરના કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમની ભેટ આપશે, ડીસામાં જાહેરસભા સંબોધશે, 31 માર્ચે ગુજરાત પ્રવાસે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment