Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં વ્યાજખોરે વેપારી પાસેથી ₹18 લાખ વસૂલ્યા:મારપીટ અને ધમકી આપતા વિડીયો વાયરલ, પોલીસ હરકતમાં

    11 hours ago

    ભરૂચ શહેરમાં વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. તુલસીધામ વિસ્તારના કપડાના વેપારી દિલીપકુમાર ઓમપ્રકાશ સુધારે વ્યાજખોર સામે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, વર્ષ 2022માં વેપાર માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતાં દિલીપકુમારે આરોપી અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ પાસેથી ₹3 લાખ ઉધાર લીધા હતા. આ રકમ 10 મહિનામાં 5 ટકા વ્યાજ સાથે પરત કરવાની શરત હતી. સુરક્ષા પેટે ફરિયાદીએ આરોપીને ત્રણ કોરા ચેક પણ આપ્યા હતા. આક્ષેપ મુજબ, ત્યારબાદ આરોપીએ વ્યાજના નામે સતત વધુ રકમની માંગણી કરી હતી. દબાણ કરીને ફરિયાદી પાસેથી આશરે ₹18 લાખ સુધીની રકમ વસૂલવામાં આવી હતી. તેમ છતાં, આરોપી દ્વારા ધમકી અને ઉઘરાણીનો ત્રાસ ચાલુ રાખવામાં આવ્યો હતો. ફરિયાદમાં એ પણ ઉલ્લેખ છે કે આરોપી એકથી વધુ વખત વેપારીની દુકાને આવી ગાળાગાળી અને ધમકીઓ આપતો હતો, તેમજ મારપીટ પણ કરતો હતો. એક કિસ્સામાં, ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી અન્ય સ્થળે લઈ જઈ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પરિવાર સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી વધુ પૈસા આપવા દબાણ કરાયું હોવાનું પણ જણાવાયું છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. આ ત્રાસથી કંટાળીને વેપારીએ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે અરજીના આધારે મામલાની તપાસ શરૂ કરી છે. જો આરોપો સાચા સાબિત થશે, તો વ્યાજખોરી અને ધમકીના ગુનાઓ હેઠળ કડક કાર્યવાહી થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ શહેરાથી ₹732.28 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કર્યું:પંચમહાલમાં પાણી, શિક્ષણ, આરોગ્ય સહિતના 112 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
    Next Article
    લાકડાથી રસોઈ શરૂ થઈ તો લાકડાના ભાવમાં પણ ભડકો:15 રૂ. કિલો વેચાતું લાકડું 25 રૂપિયે પહોંચતા રેસ્ટોરન્ટના માલિકની પરિસ્થિતિ કફોડી બની, જમવાની થાળીમાં રૂ. 10નો સીધો વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment