Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલડીના બંધ મકાનમાંથી ₹17.84 લાખની ચોરી:વેપારી પરિવાર દુબઇ ફરવા ગયો ને તસ્કરોએ ઘર-તિજોરીના તાળા તોડ્યાં

    7 hours ago

    અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા વેપારી પરિવાર સાથે દુબઈ ફરવા ગયા હતા, તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનના તાળાં તોડીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 17.84 લાખની મતાની ચોરી કરી છે. પરિવાર દુબઈથી પરત ફર્યો ત્યારે ઘરનો સામાન વેરવિખેર જોતા ચોરીની જાણ થઈ હતી. આ મામલે વેપારીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. દુબઈથી પરત ફરતા ઘરના દરવાજા અને કબાટના તાળાં તૂટેલા મળ્યા પાલડી વિસ્તારમાં રહેતા વેપારી તૃષિત જાનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગત 9 ઓક્ટોબરના રોજ બપોરે પરિવાર સાથે ઘરને તાળું મારીને દુબઈ ફરવા ગયા હતા. ત્યારબાદ 15 ઓક્ટોબરે સવારે તેઓ પરત ફર્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો અને તાળાં તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ઘરમાં પ્રવેશીને તપાસ કરતા પહેલા માળે આવેલા તેમના અને નાના ભાઈના બેડરૂમના દરવાજા, લાકડાના કબાટ તેમજ લોકર તોડી નાખવામાં આવ્યા હતા અને બંને રૂમમાં સામાન વેરવિખેર પડેલો હતો. સોના-ચાંદીના દાગીના, રૂ. 10 લાખ રોકડા અને ડીવીઆરની ચોરી તસ્કરોએ બંને બેડરૂમમાંથી આશરે 128 ગ્રામ વજનના રૂ. 6,40,000ની કિંમતના સોનાના દાગીના, 1 કિલો 300 ગ્રામ વજનના રૂ. 1,04,000ની કિંમતના ચાંદીના દાગીના અને સિક્કા, રૂ. 10,00,000ની રોકડ રકમ તેમજ રૂ. 40,000ની કિંમતના ડીવીઆર અને આઇપેડ મળી કુલ રૂ. 17.84 લાખની મતા ચોરી કરી હતી. પોલીસ ફરિયાદના આધારે પાલડી પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પંજાબ માટે BJPનો મેનિફેસ્ટો બનાવશે રાઘવ ચઢ્ઢા-હરભજન સિંહ:13 સભ્યોની કમિટીનું એલાન; AAP છોડીને આવેલા 6 નેતાઓને નવી જવાબદારી સોંપાઈ
    Next Article
    જીવલેણ અકસ્માત સર્જનાર ચાલકો સામે કડક કાર્યવાહી કરાઈ:ભરૂચ આરટીઓએ 102 ડ્રાઇવિંગ‎લાઇસન્સ 6 મહિનાઓ માટે રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment