Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવલેણ અકસ્માત સર્જનાર ચાલકો સામે કડક કાર્યવાહી કરાઈ:ભરૂચ આરટીઓએ 102 ડ્રાઇવિંગ‎લાઇસન્સ 6 મહિનાઓ માટે રદ

    12 hours ago

    ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે ભરૂચ આરટીઓ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. પોલીસ વિભાગની ભલામણ અને ગંભીર ગુનાઓને ધ્યાનમાં રાખીને આરટીઓ તંત્રએ 5 મહિનાના સમયગાળામાં કુલ 102 બેફામ વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરવાનો કડક નિર્ણય લીધો છે. આંકડાકીય વિશ્લેષણ મુજબ, સૌથી વધુ ઓક્ટોબર માં 30 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત એપ્રિલ માં 26, જુલાઈ માં 18, ઓગસ્ટ માં 18 અને જૂન માં 10 ચાલકો સામે લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને અકસ્માત, જીવલેણ અકસ્માત સર્જનાર તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરી અન્ય નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકનારા ચાલકો સામે આ દંડનીય પગલું ભરાયું છે. માર્ગ સલામતી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં માર્ગ સલામતી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. નશામાં ડ્રાઇવિંગ, બેદરકારીપૂર્વક વાહન ચલાવવું અને ગંભીર ટ્રાફિક નિયમોના ભંગ સામે કાયદેસરની કાર્યવાહી સતત ચાલુ રહેશે. વાહનચાલકોને અપીલ છે કે દારૂના નશામાં વાહન ન ચલાવે, ગતિ મર્યાદાનું પાલન કરે, હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરે તથા ટ્રાફિક ના તમામ નિયમોનું પાલન કરે. - પી.આર.પઢિયાર, આરટીઓ ભરૂચ કયા ગુનામાં કેટલા સમય માટે લાઇસન્સ સસ્પેન્ડ‎ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક સજાની જોગવાઈ છે. નશામાં વાહન ચલાવવા પર 3 થી 6 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે, જ્યારે વારંવારના ગુનામાં તે કાયમી રદ થઈ શકે છે. ઓવર સ્પીડિંગ, ભયજનક રીતે ડ્રાઇવિંગ કરવું, સિગ્નલ તોડવા અથવા ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા બદલ ઓછામાં ઓછા 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે. વધુમાં, કોઈ ગંભીર કે જીવલેણ અકસ્માત સર્જાય તેવા કિસ્સામાં 6 મહિનાથી લઈને કાયમી ધોરણે ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    પાલડીના બંધ મકાનમાંથી ₹17.84 લાખની ચોરી:વેપારી પરિવાર દુબઇ ફરવા ગયો ને તસ્કરોએ ઘર-તિજોરીના તાળા તોડ્યાં
    Next Article
    Nvidia Employee Quits Over Jensen Huang's Exit: "I Leave With Sadness"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment