Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ખનિજ વિભાગે ₹171 કરોડની વસૂલાત કરી:રોયલ્ટી આવક ₹100 કરોડને પાર, દ.ગુજરાતમાં સૌથી વધુ

    13 hours ago

    નવસારી જિલ્લામાં ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં ₹171.42 કરોડની વસૂલાત કરી છે, જ્યારે રોયલ્ટીની આવક ₹100 કરોડને વટાવી ગઈ છે. આ આવક દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે, જે સરકારી તિજોરીને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ છે. ખનિજ ચોરી અટકાવવા માટે વિભાગે ત્રણ મુખ્ય સ્તરે કામગીરી કરી છે. ગેરકાયદે ખનનના 8 કેસમાં ₹1.42 કરોડની વસૂલાત કરવામાં આવી છે. વાહનો દ્વારા થતી ગેરકાયદે વહનના 27 કેસમાં સૌથી વધુ ₹24.56 કરોડ વસૂલવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગેરકાયદે સંગ્રહના 2 કેસમાં સ્ટોકિસ્ટો પાસેથી ₹2.27 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. એપ્રિલ માસથી અત્યાર સુધીમાં કુલ 83 કેસમાં ₹64.69 કરોડની વસૂલાત થઈ છે. સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન, કુલ 154 કેસની સામે ₹171.42 કરોડની માતબર રકમ વસૂલવામાં વિભાગને સફળતા મળી છે. આ કાર્યવાહી દરમિયાન, ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 182 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ખનિજ સંપત્તિ ધરાવે છે. ખાસ કરીને ચીખલી તાલુકાના ડુંગરાળ પ્રદેશમાં આવેલી બ્લેક સ્ટોનની ખાણો રોયલ્ટી પેટે સરકારને મોટી આવક પૂરી પાડે છે. આ આવક વધારવા માટે તંત્ર દ્વારા વધુ 13 નવી લિઝ પણ મંજૂર કરવામાં આવી છે. ખાણ-ખનિજ વિભાગના સૂત્રો અનુસાર, વર્ષ 2025-26 માટે રોયલ્ટીની આવકનો અંદાજ ₹145 કરોડ રાખવામાં આવ્યો છે, જ્યારે વિભાગ ₹150 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે. ખનિજ માફિયાઓ દ્વારા થતી ચોરીને કારણે તિજોરીને થતું નુકસાન અટકાવવા આગામી દિવસોમાં હજુ વધુ કડક તપાસ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મંદિર બંધ થતા જ કમ્પાઉન્ડમાં દારૂ ગાંજાની મહેફિલ:અમદાવાદનું મહાદેવ મંદિર પરિસર ને ગાર્ડન અસામાજિક તત્વોનો અડ્ડો?, રામેશ્વર ટ્રસ્ટની વીડિયો સાથે પોલીસને અરજી
    Next Article
    સુરતમાં બ્રહ્મસમાજની બહેનો માટે રોજગાર મેળાનું આયોજન:75થી વધુ સ્ટોલ્સ દ્વારા 'વોકલ ફોર લોકલ'ને વેગ; સરકારી યોજનાઓ અને લોનનું માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment