Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદિર બંધ થતા જ કમ્પાઉન્ડમાં દારૂ ગાંજાની મહેફિલ:અમદાવાદનું મહાદેવ મંદિર પરિસર ને ગાર્ડન અસામાજિક તત્વોનો અડ્ડો?, રામેશ્વર ટ્રસ્ટની વીડિયો સાથે પોલીસને અરજી

    12 hours ago

    અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા રામેશ્વર મંદિરના કમ્પાઉન્ડમાં મંદિર બંધ થયા બાદ સામાજિક તત્વો દારૂ અને ચરસની મહેફીલ માણતા હોવાના મંદિર ટ્રસ્ટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ટ્રસ્ટે એવો પણ આક્ષેપ કર્યો છે કે ભગવાનના ધામમાં બેસીને જ અસામાજિક તત્વો જુગાર પણ રમે છે. આ અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે. જેને લઇને પોલીસ દ્વારા હાલ આ મામલે કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. મહાદેવ મંદિર પરિસર ને ગાર્ડન અસામાજિક તત્વોનો અડ્ડો? મળતી વિગત અનુસાર, ઘાટલોડિયામાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરના રામેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇને અરજી પણ આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રામેશ્વર મહાદેવનું મંદિર તથા અમુલનો બગીચો વર્ષોથી સ્થાપિત છે. બગીચાનું સંચાલન અમુલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 'મંદિરના પગથિયા ઉપર બેસીને ગાંજો, ચરસ, ધૂમ્રપાન તથા દારૂનું સેવન' અરજી મુજબ, બપોરના સુમસામ સમયે 12:30થી 04:30 તથા રાત્રે 8:30થી આખી રાતના સમયગાળામાં અસામાજિક તત્વો દ્વારા મંદિરના પગથિયા ઉપર બેસીને ગાંજો, ચરસ, ધૂમ્રપાન તથા દારૂ જેવા પદાર્થોનું સેવન કરવામાં આવતું હોય છે. અભદ્ર ભાષા બોલે છે. જેનો વીડિયો પણ છે. મંદિરના પગથિયાં પર પાન મસાલા ખાઈને પિચકારી મારી ગંદકી પણ કરવામાં આવી રહી છે. ટ્રસ્ટે પોલીસ સ્ટેશનમાં બે અરજી કરી મહાદેવ મંદિરના રામેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં બે અરજી કરવામાં આવી છે.જેમાં મંદિર અને બગીચાની આસપાસ પોલીસ પેટ્રોલિંગ અને કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. મંદિર તરફથી અરજી મળ્યા બાદ પેટ્રોલિંગ વધારાયું - PI ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ સી. જી. જોશીએ જણાવ્યું હતું કે, મંદિર તરફથી અરજી મળ્યા બાદ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. મંદિર આસપાસ કાયમી પોલીસનો પોઇન્ટ પણ મૂકવામાં આવશે. મંદિર દ્વારા કરવામાં આવેલી અરજી પર ત્વરિત પગલા લેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આસામ-કેરળ-પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન:આસામ-કેરળ, પુડુચેરીમાં 9 એપ્રિલે મતદાન; 824 બેઠકો પર કુલ 17.4 કરોડ મતદારો
    Next Article
    નવસારીમાં ખનિજ વિભાગે ₹171 કરોડની વસૂલાત કરી:રોયલ્ટી આવક ₹100 કરોડને પાર, દ.ગુજરાતમાં સૌથી વધુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment