Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવાર ધાબા પર સૂતો રહ્યો અને તસ્કરો ત્રાટક્યા:વાઘોડિયા રોડ પર બંધ મકાનમાંથી ₹1.67 લાખના દાગીના અને રોકડની ચોરી

    18 hours ago

    વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા જલારામનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તાળું-નકૂચો તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ ₹1,67,500ના મુદ્દામાલની ચોરી કરી છે. પરિવારજનો રાત્રે ગરમીના કારણે ઘરને તાળું મારી સામેના ધાબે સૂવા ગયા હતા, તે સમય દરમિયાન જ તસ્કરો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. સવારે પરિવાર નીચે આવ્યો તો નકૂચો તૂટેલો મળ્યો જલારામનગરમાં બે સંતાનો સાથે રહેતા મીનાબેન સંજયભાઈ આહીરના પતિ કર્ણાટક ખાતે ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરે છે. ગત રાત્રે આશરે 12 વાગ્યે મીનાબેન પોતાના બાળકો સાથે મુખ્ય દરવાજાને તાળું મારી સામેના મકાનના ધાબે સૂવા ગયા હતા. વહેલી સવારે 6 વાગ્યે પરત આવતાં ઘરનો નકૂચો તૂટેલો અને અંદરની લાઈટો ચાલુ હાલતમાં જોવા મળી હતી. તિજોરી અને પલંગ તોડી સામાન ચોર્યો ઘરની અંદર જઈ તપાસ કરતાં બેઠક રૂમમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. તસ્કરોએ લોખંડની તિજોરી તેમજ લાકડાના પેટી પલંગના લોક તોડી તેમાંથી ₹70,000ની સોનાની પેન્ડલવાળી ચેઇન, ₹30,000નો સોનાનો હાર, સોનાની વીંટી, ઝૂમર તેમજ ચાંદીની પાયલ, લક્કી, કમરનો આંકડો અને ₹30,000ની રોકડ રકમ સહિત કિંમતી ઘરેણાંની ચોરી કરી લીધી હતી. પોલીસ ફરિયાદ અને તપાસ પતિ બહારગામથી પરત આવ્યા બાદ મીનાબેને અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાનૂની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ટાટા ઇન્સ્ટિટ્યૂટે દીક્ષાંત સમારોહના ચીફ ગેસ્ટ બદલ્યા:CJI સૂર્યકાંતની જગ્યાએ હોસ્પિટલના ડિરેક્ટર હશે; હૈદરાબાદ લો યુનિવર્સિટીમાં વિરોધ બાદ નિર્ણય
    Next Article
    બોટાદમાં ભારતીય મજદૂર સંઘના ધરણા:પડતર પ્રશ્નોને લઈ કલેક્ટરને આવેદનપત્ર સુપરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment