Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં જૂના ટીનમાં તેલ પેકિંગ કરતા બે એકમ ઝડપાયા:₹16.14 લાખનો જથ્થો જપ્ત, 5 નમૂના લેવાયા, 433 ટીન નષ્ટ

    1 day ago

    પાટણ શહેરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય તેલના પેકિંગ એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જૂના અને વપરાયેલા 15 કિલોગ્રામના ટીનમાં ખાદ્ય તેલનું પેકિંગ કરતી બે પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. આ કાર્યવાહીમાં ₹16,14,106 ની કિંમતનો ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 5 નમૂના લેવાયા હતા અને પુનઃઉપયોગ માટે રાખવામાં આવેલા 433 જૂના ખાલી ટીન સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાટણ દ્વારા શહેર વિસ્તારમાં આવેલા ખાદ્ય તેલના પેકિંગ એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં કેટલાક એકમો દ્વારા અગાઉ ઉપયોગમાં લેવાયેલા 15 કિલોગ્રામના ટીનમાં ખાદ્ય તેલનું પુનઃ પેકિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન બદલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દરોડો N A OIL INDUSTRIES (સર્વે નં. 78, રાજપુર સીમ, ગોલાપુર RTO રોડ, પાટણ) ખાતે પાડવામાં આવ્યો હતો. આ એકમના એફ.બી.ઓ. વિનોદભાઈ નરસિંગભાઈ પટેલ જૂના 15 કિલોગ્રામના ટીનનો ઉપયોગ કરી ખાદ્ય તેલનું પેકિંગ કરતા હતા. સ્થળ પરથી રિફાઇન સોયાબીન ઓઇલના 361 ડબ્બા (5415 કિલોગ્રામ) જેની કિંમત ₹8,66,080 અને મસ્ટર્ડ ઓઇલના 128 ડબ્બા (1918 કિલોગ્રામ) જેની કિંમત ₹3,35,650 મળીને કુલ ₹12,01,730 ની કિંમતનો 7333 કિલોગ્રામ ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કરાયો હતો. અહીંથી 2 નમૂના લેવાયા હતા. આ ઉપરાંત, સ્થળ પરથી મળી આવેલા વિવિધ બ્રાન્ડના 145 ખાલી જૂના ટીન અધિકારીઓની હાજરીમાં સ્ક્રેપ કરીને નષ્ટ કરવામાં આવ્યા હતા. બીજા કિસ્સામાં, મે. Pareva Trading Company (24, નંદન વેરહાઉસ, નવો ગંજ સામે, પાટણ) ખાતે તપાસ કરવામાં આવી હતી, જેના એફ.બી.ઓ. દિલીપકુમાર દશરથભાઈ ભાટિયા છે. આ સ્થળે પણ 15 કિલોગ્રામના જૂના ટીનમાં ખાદ્ય તેલનું પેકિંગ થતું હોવાનું જણાયું હતું. ત્યાંથી રિફાઇન સોયાબીન ઓઇલના 568 કિલોગ્રામ (કિંમત ₹1,21,364), 238 લિટર (કિંમત ₹45,636) અને 5 કિલોગ્રામ જાર પેકિંગનો 1298 લિટર જથ્થો (કિંમત ₹2,45,376) મળીને કુલ ₹4,12,376 ની કિંમતનો જથ્થો જપ્ત કરાયો હતો. આ એકમ પરથી કુલ 3 નમૂના લેવામાં આવ્યા હતા. ભવિષ્યમાં પુનઃઉપયોગ ન થાય તે માટે 288 ખાલી જૂના ટીન સ્થળ પર જ સ્ક્રેપ કરીને નષ્ટ કરાયા હતા. બંને સ્થળોએથી મેળવાયેલા કુલ 5 ખાદ્ય નમૂનાઓને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીમાંથી રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ઈરાને ગલ્ફ દેશોને હુમલાની ધમકી આપી:કહ્યું- અમેરિકાએ હુમલો કર્યો તો સમગ્ર વિસ્તારના ઊર્જા સ્થળોને નિશાન બનાવીશું
    Next Article
    પાટણ નજીક અકસ્માત: 1 ગાયનું મોત, 2 ગંભીર ઘાયલ:છોટા હાથી ગાય સાથે ટકરાઈ વૃક્ષ સાથે અથડાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment