Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નજીક અકસ્માત: 1 ગાયનું મોત, 2 ગંભીર ઘાયલ:છોટા હાથી ગાય સાથે ટકરાઈ વૃક્ષ સાથે અથડાયું

    1 day ago

    ડીસા-પાટણ હાઈવે પર સરસ્વતી તાલુકાના હેમાણીપુરા ગામ નજીક રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. છોટા હાથી વાહન ગાય સાથે ટકરાયા બાદ વૃક્ષ સાથે અથડાતા એક ગાયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે વાહનમાં સવાર બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, રસ્તા પર અચાનક ગાય આવી જતાં છોટા હાથી વાહનની તેની સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર બાદ ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે છોટા હાથી રસ્તા કિનારે આવેલા લીમડાના વૃક્ષ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં છોટા હાથી વાહનને ભારે નુકસાન થયું હતું. ગાયનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, અને વાહનમાં સવાર બંને વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના અવાજને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી ઘાયલ થયેલા બંને વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાનૂની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં જૂના ટીનમાં તેલ પેકિંગ કરતા બે એકમ ઝડપાયા:₹16.14 લાખનો જથ્થો જપ્ત, 5 નમૂના લેવાયા, 433 ટીન નષ્ટ
    Next Article
    ગોત્રી સ્મશાન બહાર કચરાપેટીમાંથી અડધો સળગેલો મૃતદેહ મળ્યો:યુથ કોંગ્રેસે જોતા પોલીસને જાણ કરી, મૃતદેહ માનવીનો કે પશુનો તે અંગે રહસ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment